સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
૭૬ માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે અમરેલીના સેવાભાવી યુવાન અખિલ રૂપારેલના વરદ હસ્તે મંદિરે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ અહીંની ૫૨ જેટલી મનોરોગી બહેનોએ હાથમાં તિરંગા લઈ રાષ્ટ્ર ભાવના પ્રગટ કરી હતી આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણીના સાક્ષી બનવા માટે સાવરકુંડલાના નિવૃત્ત ફોજી પ્રવીણભાઈ બોરીસાગર અને નિવૃત્ત હોમગાર્ડ ક્રેડિટ હર્ષદભાઈ બારોટ દ્વારા ધ્વજવંદનની સંપૂર્ણ તૈયારી અને સંચાલન કરવામાં આવ્યું હતું ત્યારે સાવરકુંડલાથી પણ યુવાન ઉદ્યોગપતિ અને સેવાભાવી સુરેશભાઈ પાનસુરીયા પણ આવી પહોંચ્યા હતા અને બહેનોને કેડબરી ખવડાવી એમના ચહેરા ઉપર હાસ્ય લાવવાનો અને આનંદમાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો જામનગર જિલ્લાના કાલાવાડ શીતલાના માનુ મંદિરના પાયાના સેવક લાખાભાઈ વેકરીયા તેની ૩૦ જણાની ટીમ લઈને સ્પેશિયલ બસ દ્વારા સાવરકુંડલા માનવ મંદિર આવી પહોંચ્યા હતા અને આ અદભુત રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોડાઈ ગયા હતા સર્વ ધર્મ અને રાષ્ટ્રભાવનાની વરેલા આશ્રમમાં માત્ર રાષ્ટ્રીય પર્વની જ ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે સાવરકુંડલાને દૂર દૂરથી સેવાભાવી યુવાનો અને સેવકો ભક્તિ બાપુની આ સેવાની સરાહના તો કરી જ રહ્યા છે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પણ દર વખતે જોડાય અને પોતાનું યોગદાન અને હિસ્સો આપે છે


