હર ઘર તિરંગા અંતર્ગત કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ માં તિરંગા યાત્રા નું આયોજન કરાયું હતું. જેમાં વેરાવળ ના સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા ની અધ્યક્ષતા માં જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સાંજ ના 4 કલાકે વેરાવળ ની ગ્રામ પંચાયત થી પોલીસ સ્ટેશન બાઈક રેલી પ્રસ્થાન કરેલ હતી. શહેર ના 500 થી વધુ લોકો આ તિરંગા યાત્રા માં જોડાયા હતા. રાજકોટ જિલ્લા માં આઝાદી કાં અમૃત મહોત્સવ અંતર્ગત શનિવાર થી યાત્રા નો ઉલ્લાસભેર આરંભ થયો છે. જેમાં હાલ શાપર-વેરાવળ માં ઘર. ઓફિસ,દુકાન, સરકારી,તેમજ ખાનગી,કોલેજ તેમજ ધાર્મિક મંદિરો માં પણ ધ્વજ લહેરાવવા માં આવેલ છે.દેશ માં તમામ નાગરિકો માં રાષ્ટભાવના જાગૃત થાય તેં માટે તેં નાગરિકો પોતાના ઘરે રાષ્ટધ્વજ ફરકાવવા અપીલ કરેલ છે.વેરાવળ શાપર શહેર પણ તિરંગામય બન્યું હતું.આ તિરંગા યાત્રા માં યુવકો, વડીલો,તેમજ બાળકો સહીત જોડાયા હતા.તેમજ આ પ્રસંગે સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા, તેમજ ન્યાય સમિતિ ના ચેરમેન ગોવિંદભાઇ રાઠોડ,તેમજ મનીષાબેન સંચાણીયા, પારુલ બેન ભૂત, સહીત ના સદસ્યો, તેમજ ગ્રામજનો વગેરે મોટી સઁખ્યા માં જોડાયા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


