મુંબઈ
સિંગર અને કમ્પોઝર રાહુલ જૈનની વિરુદ્ધ રેપના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ૩૦ વર્ષની એક કોસ્ચ્યુમ સ્ટાઈલિસ્ટે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં રાહુલની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. મહિલાએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું, રાહુલે સોશિયલ મીડિયા દ્વારા મારો સંપર્ક કર્યો હતો અને મારા કામના વખાણ કર્યા હતા. તેને મને તેના મુંબઈના ઘરે બોલાવી અને પોતાના પર્સનલ કોસ્ચ્યુમ સ્ટાઈલિસ્ટ તરીકે રાખવાની ખાતરી આપી. તેના પછી હું ૧૧ ઓગસ્ટે તેના ઘરે ગઈ જ્યાં તેને મારી સાથે રેપ કર્યો. તેમજ રાહુલે આ આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. મુંબઈ પોલીસે મીડિયાને નિવેદન આપતા કહ્યું- મહિલા મુંબઈમાં ફ્રિલાન્સ કોસ્ચ્યુમ સ્ટાઈલિસ્ટ તરીકે કામ કરતી હતી. તેણે અમને જણાવ્યું કે, રાહુલે રેપ કર્યો અને બધા પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કર્યો. અમે ૈંઁઝ્રની કલમ ૩૭૬, ૩૨૩ અને ૫૦૬ અંતર્ગત હ્લૈંઇ દાખલ કરી છે. અત્યારે આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ.રાહુલે જણાવ્યું કે, હું આ મહિલાને ઓળખતો પણ નથી. આ જે પણ આરોપ મારા ઉપર લગાવવામાં આવ્યા છે, તે ખોટા અને પાયાવિહોણા છે. આ પહેલા પણ એક મહિલાએ મારી ઉપર આરોપ લગાવ્યો હતો, પરંતુ બાદમાં મને ન્યાય મળ્યો. મને લાગે છે કે આ બંને મહિલા એકબીજાને મળેલી છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં રાહુલ પર રેપ અને બાળકોને એબોર્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. રાહુલ છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં નથી.


