અબુધાબી
સાઉદી અરબની સલમા અલ-શેહબાબને ૩૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજા પૂરી થયા બાદ સલમાએ ૩૪ વર્ષના ટ્રાવેલ પ્રતિબંધનો પણ સામનો કરવો પડશે. સલમા અલ-શેહબાબે પોતાના ટિ્વટર એકાઉન્ટથી સાઉદી મહિલાઓના અધિકારોને લઈને ઘણા ટ્વીટ-રીટ્વીટ કર્યાં હતા. સલમાએ જેલમાં બંધ એક્ટિવિસ્ટ ન્ર્ેદ્ઘટ્ઠૈહ ટ્ઠઙ્મ-ૐટ્ઠંરર્ઙ્મેઙ્મ સહિત અન્ય મહિલા કાર્યકર્તાઓને છોડવાની માંગ કરી હતી. સાઉદી સરકારે તેના પર આરોપ લગાવ્યો કે તે ટિ્વટરના માધ્યમથી સલમા લોકો વચ્ચે અશાંતિ પેદા કરવા ઈચ્છે છે, તેના ટ્વીટથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો થયો હતો. સાઉદી ટેરરરિઝમ કોર્ટે તેને ૩૪ વર્ષની સજા ફટકારી છે. સલમાને બે બાળકો છે. તેમાંથી એકની ઉંમર ૪ વર્ષ અને બીજાની છ વર્ષ છે. પહેલા તેને છ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ સોમવારે તેની સજા સાઉદી ટેરરિઝમ કોર્ટે વધારીને ૩૪ વર્ષની કરી દીધી છે. એકવાર સલમાની આ સજા પૂરી થઈ જશે, ત્યારબાદ ૩૪ વર્ષનો ટ્રાવેલ પ્રતિબંધ લાગૂ કરવામાં આવશે. કોર્ટે જ્યારે સલમાને સજા સંભળાવી તો તેના ટ્વીટ અને સોશિયલ મીડિયા એક્ટિવિટી વિશે પણ વાત કરવામાં આવી. સલમાએ જેલમાં બંધ મહિલા કાર્યકર્તાઓને છોડવાની માંગ કરી હતી, જેમાં ન્ર્ેદ્ઘટ્ઠૈહ ટ્ઠઙ્મ-ૐટ્ઠંરર્ઙ્મેઙ્મ મુખ્ય છે. સલમાએ એક્ટિવિસ્ટ ન્ર્ેદ્ઘટ્ઠૈહ ટ્ઠઙ્મ-ૐટ્ઠંરર્ઙ્મેઙ્મ ની બહેન લિનાના ટ્વીટને રી-ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં લિનાએ પોતાની બહેન ન્ર્ેદ્ઘટ્ઠૈહ ટ્ઠઙ્મ-ૐટ્ઠંરર્ઙ્મેઙ્મ ને છોડવાની માંગ કરી હતી. તો સલમાએ સાઉદીથી અસહમતિ રાખનાર તે કાર્યકર્તાઓના ટ્વીટને પણ રી-ટ્વીટ કર્યાં જે રેફ્યૂજીની જિંદગી પસાર કરી રહ્યાં છે. સલમાની ધરપકડ જાન્યુઆરી ૨૦૨૧માં સાઉદી અરબમાં થઈ હતી, ત્યારે તે રજાઓ માણવા પહોંચી હતી. તે બ્રિટનમાં રહેતી હતી અને યુનિવર્સિટી ઓફ લીડ્સથી પીએચડી કરી રહી હતી. સલમા શિયા મુસ્લિમ છે. આ મામલામાં ડો. બેથને અલ હૈદરીનું નિવેદન પણ સામે આવ્યું છે. તે અમેરિકામાં હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનમાં સાઉદી કેસ મેનેજર છે. ડો. અલ હૈદરીએ કહ્યું કે સાઉદી દુનિયાની સામે દેખાડો કરે છે કે ત્યાં મહિલાઓના હિત માટે કામ થઈ રહ્યું છે, મહિલાઓની સ્થિતિ સુધરી રહી છે. કાયદામાં સુધાર થઈ રહ્યો છે, પરંતુ જે રીતે સલમાને સજા ફટકારવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ છે કે ત્યાં દિવસેને દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી છે.


