બેઇજિંગ
ચીની સેનાએ પોતાની ભરતીની ઉંમર વદારી વધુમાં વધુ ભરતી કરવાની તૈયારી કરી છે. ચીની સેનામાં ભરતીની પ્રક્રિયા આ મહિને શરૂ થઈ છે. તેમાં તે યુવકોને પ્રાથમિકતા આપવામાં આવશે જેણે યુદ્ધોમાં કામ આવતા વિષયોનો અભ્યાસ કર્યો છે. સ્પષ્ટ છે કે ચીન ભવિષ્યના યુદ્ધ માટે ખુદને તૈયાર કરી રહ્યું છે અને પોતાના સૈનિકોની સંખ્યા વધારવા ઈચ્છે છે. ચીનની સેના એટલે કે ઁન્છની પૂર્વી કમાને ઓગસ્ટથી પોતાના ભરતી કાર્યક્રમનો બીજાે રાઉન્ડ શરૂ કર્યો છે. તેમાં ભરતી માટે ઉંમર મર્યાદા ૨૪ વર્ષથી વધારી ૨૬ વર્ષ કરી દીધી છે. આ ભરતીમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતનો અભ્યાસ કરનાર યુવકોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઁન્છની પૂર્વી કમાનની જવાબદારી તાઇવાન સહિત દક્ષિણ ચીન સાગરમાં આવનાર ઘણા દેશોની સરહદો છે. ભરતીમાં કમ્પ્યૂટર કે ડ્રોન ઓપરેશનનો અનુભવ રાખનાર યુવાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. લગભગ ૨૩ લાખ સૈનિકોવાળી ચીની સેના વિશ્વની સૌથી મોટી સેના છે, પરંતુ લાંબા સમયથી સેના ચીની યુવાઓની પ્રાથમિકતા નથી. ભરતીના કામમાં લાગેલા ચીની સેનાના અધિકારીઓનું પણ માનવું છે કે તાઇવાન સંકટથી સેનામાં ભરતી માટે યુવાઓની સંખ્યામાં મોટો ઉછાળ આવવાની કોઈ સંભાવના નથી. અધિકારીનું કહેવું છે કે ચીની યુવા સેનામાં રોજગાર મેળવવા કે પછી એટલા માટે ભરતી થાય છે કે સેના છોડ્યા બાદ તેની પાસે સરકારી નોકરીની સારી તક હશે. ચીની સેનાએ ૨૦૧૪માં સેનામાં વધુ યુવાઓની ભરતી માટે ફિટનેસ અને જરૂરી શારીરિક યોગત્તાઓને પણ ઓછી કરી હતી. ત્યારે ઁન્છ એ પુરૂષો માટે ઈંચાઈ ૧૬૨ સેમીથી ગટાડી ૧૬૦ સેમી અને મહિલાઓની ઉંચાઈ ૧૬૦થી ઘટાડી ૧૫૮ કરવામાં આવી હતી. સાથે જાેવાની ક્ષમતાના માપદંડોને પણ ઓછા કર્યા હતા, કારણ કે જાણવા મળ્યું કે ૭૦ ટકા સુધી ચીની યુવકોમાં આંખોથી સંબંધિત પરેશાનીઓ છે. આ સાથે ઁન્છમાં ભરતી માટે સિજાેફ્રીનિયા, બાઇપોલર ડિસઓર્ડર, ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓનો શિકાર યુવકોને પણ તક આપવાનું શરૂ કર્યું હતું. ઁન્છ એ ખાસ કરીને તિબેટીયન યુવકોની ભરતી માટે અભિયાન ચલાવ્યું હતું જેથી શારીરિક અને માનસિક રૂપથી મજબૂત સૈનિકોની સેનામાં ભરતી કરી શકાય. ચીનમાં લાંબા સમયથી જનસંખ્યા નિયંત્રણ માટે લોકોને માત્ર એક બાળક પેદા કરવાની મંજૂરી હતી. તેવામાં લાંબા સમય સુધી પરિવારથી દૂર રાખતી સેનાની નોકરી ચીની યુવાઓ માટે સુવિધાજનક નથી. બીજી તરફ ચીન સતત વિશ્વ શક્તિ બનાવવા માટે એક બાદ બીજું સૌથી મોટું સૈનિક અભિયાન શરૂ કર્યું છે. તેવામાં તેને મોટી સેનાની જરૂર છે.


