બાબા પીઠોરા એ ગુજરાત નાં પૂર્વપટ્ટી એટલે કે ખાસ કરીને છોટાઉદેપુર તથા દાહોદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં તેમજ પશ્ર્ચિમી મધ્યપ્રદેશ ઉપરાંત નર્મદા તટ મહારાષ્ટ્ર વિસ્તારમાં વસતા આદિવાસીઓ દ્વારા પોતાના ઘરમાં દિવાલ ઉપર પારંપરિક રીતે સંપૂર્ણ વિધી વિધાન સાથે આસ્થાભેર લખાવવા માં આવે છે.
કહેવાય છે કે સૃષ્ટિના સર્જન બાદ લીપી ની શોધ પણ નહોતી થઈ હશે તે પહેલાં થી આદિવાસી ઓ દ્વારા તેમની પોતાની ભાષામાં વાંચી અને સમજી શકાય તેવી પરિભાષા માં લખવામાં આવેલ એક બેનમૂન મહાન ગ્રંથ છે, તેને માત્ર પીઠોરા ના જાણકાર બડવા (જ્ઞાની) તથા બાબા પીઠોરા લખનાર લખારા ઉપરાંત બાબા પીઠોરા દેવના અભ્યાસુ સિવાય અન્ય કોઈએ વાંચી શકતા નથી.
છોટાઉદેપુર જિલ્લા નાં તેજગઢ નજીક ના કોરાજ નાં ડુંગર ઉપર પથ્થર ની કોતરણી રૂપે લખવા માં આવેલ બાબા પીઠોરા ને ભારતીય પૂરાતત્વ વિભાગે સાડા બાર હજાર કરતાં વધુ પૂરાના હોવા નું પ્રમાણપત્ર આપેલ છે,આવા ગૌરવ વંતા છોટાઉદેપુર જિલ્લા નાં આદિવાસી ઓ નાં ઈષ્ટદેવ ગણાતાં બાબા પીઠોરા દેવ ની પ્રતિ- ક્રુતિ પેટર્ન ને જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નામ ની બેંગલોર ની એજન્સી દ્વારા કાપડ પર ડિઝાઇન કરીને માત્ર રૂપિયા કમાવવાની ઘેલછામાં કપડાં પર બાબા પીઠોરા નાં ઘોડા ને ડિઝાઈનર કરીને ઉપયોગ કરાયો છે, તે ઉપરાંત વડોદરા એસટી ડેપો સામે ની દિવાલો પર પણ બાબા પીઠોરા ની પેટર્ન માં ભીંત ચિત્રો દોરવા માં આવ્યા છે જ્યાં રાહદારીઓ દ્વારા પાનપડેકીઓ ખાઈ ને થૂંકવા માં આવે છે જે આદિવાસીઓ નાં આરાધ્ય દેવ બાબા પીઠોરા ના અપમાન સમાન છે, તેનાં કારણે પુરા આદિવાસી સમાજમાં રોષની લાગણી વ્યાપી છે.
જેના અનુસંધાને આજે છોટાઉદેપુર જિલ્લાના પીઠોરા લખારા પરેશભાઈ રાઠવા ની આગેવાની માં સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના પીઠોરા લખારા ઓ તથા અન્ય આદિવાસી સમાજ ના આગેવાનો દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી આદિવાસી સમાજ દ્વારા બસ એજ માગણી કરવામાં આવી હતી કે જેડી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી બેંગલોર ફેશન ડિઝાઈનર એજન્સી આ બાબતે પોતાનો ખુલાસો કરી માંફી માંગે તથા ફરી આવી રીતે આદિવાસી ઓનાં આસ્થા નાં પ્રતીક સમા બાબા પીઠોરા દેવનું અપમાન ન કરે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


