Gujarat

ખાસ સંક્ષીપ્ત  સુધારણા ઝૂંબેશ હેઠળ  ગત વિધાનસભા ચૂંટણીમાં  ઓછુ મતદાન થયુ હતુ તે બુથની મુલાકાત લીધી

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ યોજાનાર હોય જૂનાગઢ જિલ્લાની ૫ વિધાનસભા  મતવિસ્તારના ૨૭ બુથની મુલાકાત કલેકટર શ્રી રચિત રાજે મુલાકાત  લીધી હતી.આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય, ૧૮ વર્ષ પૂર્ણ કરેલ  યુવાઓ મતદાર બને તેમજ મતદાર યાદી ક્ષતિરહિત બને એ માટે કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તા.૧૨-૮-૨૦૨૨ થી તા.૧૧-૯-૨૦૨૨ સુધી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત   જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રચિત રાજ દ્વારા તા.૨૧ ઓગસ્ટના રોજ  જૂનાગઢ જિલ્લાની ૫ વિધાનસભા  ૮૫-માણાવદર,૮૬-જૂનાગઢ,૮૭-વિસાવદર,૮૮-કેશોદ,૮૯-માંગરોળ વિસ્તારની મુલાકાત લીધી હતી.જેમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ઓછુ મતદાન થયેલ હોય એવા  ૯ લોકેશન પર ૨૭ બુથની ઓળખ કરી અને મુલાકાત કરી હતી.આ મુલાકાત દરમિયાન કલેકટર શ્રી એ બીએલઓની મુલાકાત, ઈપી રેશીયો ઓછો હોય તેવા બુથની મુલાકાત લઈ  અને એનાલીસીસ કરી  વિધાનસભા ૨૦૨૨ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તેમજ,  ૧૮ વર્ષ પૂર્ણ કરેલ યુવાન  મતદાર બને એ માટે  ઈઆરઓ,બીએલઓ,સુપરવાઈઝર તેમજ  ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલ  ટીમને સૂચનાઓ આપી હતી.

collector-sir-booth-mulakat-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *