રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ સંચાલિત કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ જૂનાગઢ ના સહયોગથી જૂનાગઢ શહેર તથા જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા યુવા ઉત્સવ યોજાયો હતો.
આ સ્પર્ધામાં જૂનાગઢ ગ્રામ્યના નવ તાલુકાઓ અને જૂનાગઢ શહેર વિસ્તારના આઠ ઝોનમાંથી વક્તૃત્વ, નિબંધ, પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્યલેખન,દુહા છંદ ચોપાઈ, લોકવાર્તા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્ન ગીત, હળવું કંઠ્ય સંગીત,લોકવાદ્ય સંગીત,ભજન, સમૂહગીત, એકપાત્રીય અભિનયની વિવિધ કૃતિઓમાં કલાકારોએ ભાગ લીધો હતો.
સ્પર્ધાના ઉદઘાટન કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા, શિક્ષણ નિરીક્ષક પલ્લવીબેન ઝાલા, આચાર્ય કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ, જિલ્લા રમત ગમત અધિકારી અધિકારી જૂનાગઢ શહેર, હિતેશ ડાંગર, પ્રાંત યુવા વિકાસ અધિકારી જૂનાગઢ ગ્રામ્ય ઉપેન્દ્રસિંહ રાઠોડ, નિર્ણાયકશ્રીઓ તથા તાલુકા ઝોન કન્વીનરશ્રીઓ ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા એ આ પ્રસંગે સ્પર્ધકોને કલા સંસ્કૃતિમાં પોતાનાથી થતું યોગદાન સહયોગ આપવા અને યુવા ઉત્સવ તથા કલા મહાકુંભમાં જોડાવા અપીલ કરી હતી અને સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી. વધુમાં યુવાઓ ને મતદાન આપવા જાગૃત કરવા મટે તમામને મતદાન આપવાના શપથ લેવડાવ્યા હતા.
આ સ્પર્ધાના પ્રથમ વિજેતા સ્પર્ધકો સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા એ જૂનાગઢ શહેર તથા જૂનાગઢ ગ્રામ્ય જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.


