Gujarat

ડીસામાં મહિલા પર હુમલો કરી પુત્રને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી

ડીસા
ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામે રહેતા ગોવિંદજી છગનજી માળી ખેતી કામ કરે છે. તેઓ ગઈકાલે કામ અર્થે દાંતીવાડા ગયા હતા. ત્યારે તેમની માતા ને મોરથલ ગોળીયા ગામના ડામરાજી કપુરજી માળી સાથે નજવી બાબતે તકરાર થઈ હતી. અને ઉશ્કેરાયેલા ડામરાજીએ ડાહીબેન પર ધોકા વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ ડાહીબેનના પુત્ર ગોવિંદજી ઘરે આવી હુમલા બાબતે ઠપકો આપવા જતા ડામરાજી માળી, અળસીબેન માળી, અનિલ માળી અને લાધાજી માળીએ ઝપાઝપી કરી ઝગડો કર્યો હતો અને ઝઘડો કરી છેડતી ના ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગોવિંદજીએ આ બાબતે ચારેય શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામે નજીવી બાબતે તકરાર થતા માતાને ધોકો મારતા શખ્સોને ઠપકો આપવા ગયેલા પુત્ર સાથે પણ ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના બની છે. જે મામલે ડીસા તાલુકા પોલીસ મથકે હુમલો કરનાર ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઇ છે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *