જૂનાગઢ જિલ્લા વિકાસ અઘિકારી શ્રી મિરાંત પરીખ દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત મનરેગા હેઠળ કન્વર્ઝન્સ દ્વારા તેમની વિવેકાઘિનની ગ્રાન્ટમાંથી તાલુકા દીઠ-૨ એમ કુલ-૧૮ ગામોમાં લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવેલ છે.
આ લાયબ્રેરીમાં વિવિઘ પુસ્તકો મળી રહે તે માટે શ્રી મિરાંત પરીખ દ્વારા પુસ્તકોનું દાન કરવા માટે આહવાન કરવામાં આવેલ છે. જેમાં પ્રમુખશ્રી શાંતાબેન દિનેશભાઇ ખટારીયા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા કુલ – રૂા.૧૧,૦૦૦/-ના પુસ્તકોનું દાન કરી શરૂઆત કરી હતી. તેમજ અન્ય પદાઘિકારીશ્રીઓ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા વિદ્યાદાન ઝુંબેશને સહકાર આપવા આહવાન કરવામાં આવ્યું હતુ.
વધુમાં જે લોકો પુસ્તકો આપવા માંગતા હોય તે શ્રી વાસુભાઇ સોલંકી, ડી.એલ.ઇ.શ્રી, જિ.પં.જૂનાગઢ, મો.નં.૯૬૦૧૨ ૯૫૭૧૨ નો સંપર્ક કરવા જૂનાગઢ જિલ્લા વિકાસ અઘિકારી શ્રી મિરાંત પરીખ દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.


