Gujarat

 બોડેલી તાલુકા ના અતિ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાનજીના મંદિરે આગામી શ્રાવણ વદ અમાસ ના રોજ શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે એટલે કે આજે મેળો યોજાશે       

ચાર થી પાંચ લાખ શ્રદ્ધાળુ ભક્તો દર્શનાર્થે ઉમટે તેવી સંભાવના
     બોડેલી નજીક જાંબુઘોડા અભ્યારણ્ય માં આવેલ બોડેલી તાલુકા ના ઝંડ ગામના જંગલ વિસ્તારમાં પર્વતો ની હારમાળા વચ્ચે પ્રકૃતિ ની ગોદ માં બિરાજેલા ઝંડ હનુમાનજીના મંદિરે આગામી શ્રવણ વદ અમાસ ના રોજ પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે મેળો યોજાશે જેમાં સમગ્ર ગુજરાત સહિત આસ પાસ ના રાજ્યો મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન માંથી ભકતો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે આગામી શનિવારે મેળામાં ચાર થી પાંચ લાખ શ્રદ્ધાળુ ભક્તો દર્શનાર્થે ઉમટે તેવી સંભાવના સેવાઈ રહી છે  ચાર રાજ્ય ની શ્રદ્ધાળુ જનતા છેલ્લા શનિવારે ખુબ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.
        બોડેલી થી 22 કિલોમીટર કિમી ના અંતરે આવેલ બોડેલી તાલુકા ના ઝંડ ગામમાં પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે મેળો ભરાય છે જેમાં આસ પાસ ના પાંચ તાલુકા ની ગ્રામીણ જનતા અહિ છેલ્લા શનિવારે ખુબ મોટી સંખ્યા માં પગપાળા દર્શન કરવા આવે છે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે મેળો યોજાશે ચાર થી પાંચ લાખ શ્રદ્ધાળુ ભક્તો દર્શનાર્થે ઉમટે તેવી સંભાવના જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220826-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *