Gujarat

પ્રાચી તીર્થ માં ભાદરવી અમાસ નિમિતે માનવ મહેરામણ ઉમટશે

 હાર્દિક કાનાબાર પ્રાચી

સો વાર કાશી એક વાર પ્રાચી સમાન ગણાતા પ્રાચી તીર્થ માં ભાદરવી અમાસ(પિતૃ અમાસ) નું મહત્વ વધુ હોવાથી અમાસ નિમિતે  પ્રાચી ખાતે મોક્ષ પીપળે પાણી રેડવા  આજ મધ્ય રાત્રી થીજ યાત્રી ઓનો ઘસારો જોવા મળશે
પ્રાચી તીર્થ માં ભાદરવી અમાસ (પિતૃ અમાસ) અને શ્રાવણ માસ ના અંતિમ દિવસે પ્રાચી તીર્થ માં મેળો ભરાય છે જેમાં દૂર દૂર થી લોકો  પ્રાચી તીર્થ માં આવેલ  સરસ્વતી ઘાટ માં સ્નાન કરી   મોક્ષ પીપળે પાણી  તેમજ પિતૃ ઓના મોક્ષર્થે પિતૃ કાર્ય કરવા આવે છે યથા શક્તિ સાધુ બ્રાહ્મણો ને  દાન દક્ષિણા આપી તેમજ સરસ્વતી નદી કિનારે બિરાજમાન શ્રી માધવરાયજી મહારાજ ના દર્શન કરી  ધન્યતા અનુભવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *