Gujarat

મોરબી એલસીબીએ ૮૦૦ લિટર દેશી દારૂ ઝડપાયો

મોરબી
મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી જેના આધારે આધારે મોરબી કાલીકા પ્લોટ, સાયન્ટીફીક રોડ વિસ્તારમાં અલીભાઇ મામદભાઇ પલેજા સંધીની ગાડી નંબર જીજે-૦૫-જેઈ-૩૧૬૭ વાળીમાં કેફી પ્રવાહી મંગાવી વેચાણ કરવાના ઇરાદે કાલીકાપ્લોટ ખાતે ઓરડીમાં ઉતારતા હોય આ બાતમી આધારે રેઇડ કરી રૂ.૧૬૦૦૦ની કિંમતનો ૮૦૦ લીટર નશાયુક્ત કૈફી પીણું તથા જીજે-૦૫-જેઈ-૩૧૬૭ નમ્બરની કાર મળી કુલ કિ.રૂ. ૩.૧૬ લાખ નો મુદામાલ જપ્ત કર્યો હતો.જાે કે ફરી એકવાર નશાયુક્ત પદાર્થની હેરાફેરી કરતા તત્વો ભાગવામાં સફળ થયા હતા.બનાવમાં એલસીબીની ટીમે અલીભાઇ મામદભાઇ પલેજા તેમજ કાર ચાલક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બન્નેની શોધખોળ હાથ ધરી હતી.મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાલિકા પ્લોટમાં દરોડો પાડ્યો હતો અને ૮૦૦ લિટર દેશી દારૂનો જથ્થો અને કાર મળીને ૩.૧૬ લાખનો મુદામાલ કબજે લેવાયો હતો.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *