Gujarat

કઠલાલ બસ સ્ટેશન માં ગંદકી નું  સામ્રાજય.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સફાઈ કર્મી ઓનો બે મહિના નો પગાર ના ચૂકવતા બે દિવસ થી સફાઈ કામ બંધ.
—————————-
કઠલાલ શહેર ના બસ સ્ટેશનમાં હાલ કાદવ કીચડ અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.એકબાજુ જ્યારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કઠલાલ બસસ્ટેશન આમાં થી બાકાત હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તપાસ કરતા જાણવા મળ્યું કે સફાઈ કર્મી ઓને બે મહિના ના પગાર ની ચૂકવણી કરવામાં આવી નથી.
સફાઈ કર્મી ઓના જણાવ્યા અનુસાર તેઓ ડેપો મેનેજર ને રજુઆત કરતા પગાર અંગે વ્યવસ્થિત જવાબ મળ્યો નથી અને કહેવામાં આવે છે કે નોકરી કરવી હોય તો કરો પગાર આવશે ત્યારે આપીશું.
 હાલ આ મામલે જોવા જઇ તો કઠલાલ બસ સ્ટેશનમાં સાફ સફાઈ ના અભાવે મુસાફરોનું  સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે.

IMG20220827131854.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *