Delhi

હવે ભારતમાં જ થશે અંડર ૧૯ મહિલા વર્લ્ડ કપ

નવીદિલ્હી
ફીફાએ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઈ.એફ.એફ) પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. એ.આઈ.એફ.એફ માટે મોટી રાહત. આ સાથે, ફીફાએ અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપની યજમાની ભારતને ફરીથી સોંપવાનો ર્નિણય કર્યો છે. એ.આઈ.એફ.એફ માટે મોટી રાહત છે. ફીફાએ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઈ.એફ.એફ) પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ફીફાએ ફરીથી અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપ ૨૦૨૨ની યજમાની ભારતને સોંપવાનો ર્નિણય કર્યો છે. એ.આઈ.એફ.એફ એક્ઝિક્યુટિવ કમિટીએ રોજબરોજની બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યા બાદ ફીફા દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. ફીફા એ ભારતીય ફૂટબોલ એસોસિએશન પરથી પ્રતિબંધ હટાવવાના ર્નિણય અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં ફીફાએ કહ્યું, ‘કાઉન્સિલે ૨૫ ઓગસ્ટે એ.આઈ.એફ.એફનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી હટાવવાનો ર્નિણય લીધો છે. ફીફા અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપ ભારતમાં ૧૧ થી ૩૦ ઓક્ટોબર દરમિયાન જૂના પ્લાન મુજબ યોજાશે. આ ર્નિણય ભારતીય ફૂટબોલ ફેડરેશનના કામકાજને ચલાવવા માટે નિયુક્ત પ્રશાસકોની ત્રણ સભ્યોની સમિતિને બરતરફ કર્યા પછી અને એ.આઈ.એફ.એફ વહીવટીતંત્રે એસોસિએશનની રોજિંદી બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હોવાની પુષ્ટિ કર્યા પછી આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ફીફાના આ ર્નિણયને ફૂટબોલ પ્રેમીઓનો જીવ ગણાવ્યો હતો. તેણે પોતાના ટિ્‌વટમાં લખ્યું, ‘ફીફા કાઉન્સિલના બ્યુરોએ આજે તાત્કાલિક અસરથી એ.આઈ.એફ.એફનું સસ્પેન્શન પાછું ખેંચવાનો ર્નિણય લીધો છે. ૧૧-૩૦ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન યોજાનાર ફિફા અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપ ૨૦૨૨ ભારતમાં આયોજન મુજબ યોજાશે! તમામ ફૂટબોલ ચાહકો માટે વિજય!’

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *