રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ દ્વારા ટૂંક સમય પહેલાં સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના ભાગરૂપે હરિદ્વાર થી ગંગાજળ લઈ કાવડ યાત્રા કઠલાલના કુબેરજી મહાદેવ ખાતે પહોંચી હતી કુબેરજી મહાદેવ ખાતે આવેલી કાવડ યાત્રા નો કઠલાલ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને દેવાધિદેવ મહાદેવને શ્રાવણ વદ અમાસ ના શુભદિને ગંગાજળ થી અભિષેક કરવામાં આવ્યો.


