છોટાઉદેપુર જિલ્લાના કેળાં કીગ ગણાતા બોડેલી જબુગામ પંથકમાં કેળાંના ભાવ ગગડી જતાં જેને લીધે કેળાંની ખેતી કરતા ખેડૂતોને આર્થિક નુકસાન થવા પામ્યું છે એક મહિનામાં કેળાંના ભાવ ગગડીને એક મણે રૂ.૪૦૦ થી ગગડીને રૂ.૮૦ થી ૧૨૦ સુધી આવી ગયો છે.રોકડિયા પાક તરીકે કેળની ખેતી માટે આગવી ઓળખ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલીતાલુકાનાજબુગામ,ચાચક,માંકણી,કોસિન્દ્રા,ચલામલી,મોડાસર વિસ્તારના કેળાંની માંગ ઉત્તરભારતના પંજાબ, હરીયાણા,રાજસ્થાન,ઉ.પ્રદેશ,મ.પ્રદેશ, દિલ્હી સુધી ભારે માંગ રહે છે બોડેલી તાલુકામાં કેળાંની ખેતી વિપુલ પ્રમાણમાં થાય છે આ વિસ્તારના કેળાં બજારોમાં સારી શાખ ધરાવે છે ગત મહિને શ્રાવણની શરૂઆત સુધી કેળાંના ભાવ રૂ.૪૫૦ સુધી પહોંચ્યા હતા જેથી બજાર રૂ.૪૦૦ થી ૪૫૦ રહ્યું હતું ત્યારે છેલ્લા એક મહિનામાં જ કેળની ખેતી કરતા ખેડૂતોને પડતા પર પાટુ સમાન કેળાંના ભાવ રૂ.૧૦૦ થી ૧૨૦ ની નીચી સપાટીએ પહોંચી જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.જબુગામના કેળાંની ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂત હરેન્દ્રસિંહ કોઠીયાના જણાવ્યા મુજબ ગત મહિને કેળાના રૂ.૪૦૦ થી ૪૫૦ પ્રતિ મણના ભાવ હતાં.ત્યારબાદ સતત ભાવ ગગડી રહ્યા છે ત્યારે હાલ કેળાનો ભાવ રૂ.૮૦ થી ૧૨૦ પ્રતિ ૨૦ કિલો થઈ ગયા છે ભાવો ગગડી જતાં મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.બોડેલીના કેળાના જથ્થાબંધ વેપારીના જણાવ્યા મુજબ બજારોમાં કેળાના બજારભાવો ધટવા પાછળ કુદરતી અને કુત્રિમ અનેક પરીબળો કારણભૂત હોય છે.રોકડિયા પાક તરીકે જાણીતા કેળા બજારમાં આવક વધતા,જાવક ઓછી થતા કેળાંના ભાવમાં ધટાડો થયો છે.બોડેલી બજારમાં છુટક વેપારીઓ દ્વારા કેળાં રૂ.૩૦ થી ૪૦ પ્રતિ કીલોના છુટક ભાવે વેચાઈ રહ્યા છે ખેડૂતોને આ વર્ષે ટીસ્યુના રોપા,દવા,ખાતર,મજૂરી ખર્ચ,લાઈટબીલમાં અસહ્ય ભાવ વધારો થતા પ્રતિ થડ ૯૦ રૂપિયાની સામે ૧૬૦ થી ૧૭૦ રૂપિયાનો ખર્ચ થતાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે આમ બોડેલી પંથકમાં કેળાંના ભાવ ગગડીને એક મહિનામાં જ રૂ.૧૦૦ ની નીચે થતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના કેળાં કીગ ગણાતા બોડેલી જબુગામ પંથકમાં કેળાંના ભાવ ગગડી જતાં જેને લીધે કેળાંની ખેતી કરતા ખેડૂતોને આર્થિક નુકસાન થવા પામ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

