Gujarat

વૃક્ષ વાવેતર ઝુંબેશનો પ્રારંભ- ઓકિસજન રથને પ્રસ્થાન કરાવાયુ

હરિયાળા ગુજરાત અન્વયે વૃક્ષ વાવેતર અને સંવર્ધનના સંદેશ સાથે ૭૩મો વન મહોત્સવની તાલુકાકક્ષાની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ, ગિર સોમનાથ હેઠળ સમાવિષ્ટ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ ખાતે શ્રી ગૌડ મેડતવાડ બ્રહમ સમાજની વાડીમાં કરવામાં આવી હતી.

  આ તકે નાયબ કલેકટરશ્રી બી.બી. કેશવાલાના અધ્યક્ષસ્થાને ૭૩માં વન મહોત્સવની ઉજવણીની સાથે ઘનિષ્ઠ વૃક્ષ વાવેતર ઝુંબેશનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઓકિસજન રથનું પ્રસ્થાન મહાનુભાવો દ્વારા ઝંડી આપીને  કરાવાયુ હતું.

   આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી મુક્તાબેન પરમાર, અગ્રણીશ્રી નવીનભાઇ ઉપાધ્યાય, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી લક્ષ્મણ સુત્રેજા, મામલતદારશ્રી ટી.બી. ત્રિવેદી,  સહિતના પદાધિકારી-અધિકારી, વન વિભાગના કર્મચારીઓ  ઉપસ્થિત રહયા હતા.

vanmahotasv-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *