Gujarat

સમરસ કાવડ યાત્રા જૂનાગઢ પહોંચી ઃ ભવનાથ મંદિરે ગંગાજળથી અભિષેક કર્યો

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને ભવનાથ તળેટીમાં ભવનાથ મહાદેવ પૌરાણિકમાં જેનો ઉલ્લેખ છે તેવા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં સર્વે સંતોની ઉપસ્થિતિ તેમજ અખાડા પરિષદના મહામંત્રી હરિ ગીરીજી મહારાજના નેતૃત્વમાં તેમજ તોરણીયા મહંત રાજેન્દ્ર દાસજી, મહામંડલેશ્વર મહેન્દ્વારાનંદગીરીજી, મહામંડલેશ્વર હરીહરાનંદ ગીરી ,કમલ ગીરીજી ,ઇન્દ્રભારતીજી મહારાજ, અને ગિરનાર ક્ષેત્રના તમામ સાધુ સંતોના સાનિધ્યમાં તેમજ હિન્દુ સેનાના પ્રમુખ વિવેકભાઈ ગોહેલ અને રાજ્ય ક્ષેત્રના ધીરુભાઈ એવા ભાઈ કટારા તેમજ રાજ્ય ક્ષેત્રના અને જૂનાગઢ જિલ્લાના હિન્દુ સેનાના મુરબ્બી અને યુવાનો દ્વારા સમરસ કાવડયાત્રા જૂનાગઢમાં પહોંચી હતી. જેમાં સૌ સંતો અને નાગરિકજનો સાથે રહી ભવનાથ મહાદેવ ગર્ભગૃહમાં પૂજા અર્ચના તેમજ અભિષેક કરવામાં આવ્યો હતો. આસ્થા વિશ્વાસ અને હર્ષુ ઉલ્લાસથી આ સમરસ કાવડયાત્રાનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકાર તેમજ અખિલ ભારતીય હિન્દુ સેના સાથે મળી ભાવ અને ભક્તિના સમન્વયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ગુજરાત ભરમાંથી ૧૧ થી વધુ બસો અને બહોળી સંખ્યામાં સાધુ-સંતોના નેતૃત્વમાં હરિદ્વારથી ગંગાજલ લઈ જૂનાગઢ જિલ્લાની ૫ વિધાનસભા બેઠક વિસ્તારમાં કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાવડયાત્રા જૂનાગઢમાં પહોંચી હતી. જ્યા તમામ સંતો તેમજ ભક્તોએ ભવનાથ મહાદેવ ગર્ભગૃહમાં પૂજા અર્ચના તેમજ અભિષેક કરવામાં આવ્યો હતો.

File-02-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *