દાહોદ
દાહોદ તાલુકાના રામપુરા ગામે આવેલી એક પ્રાથમિક શાળામાં રાત્રીના સમયે તસ્કરોએ પોતાનો કસબ અજમાવી શાળાના મકાનના દરવાજાનું તાળુ તોડી પ્રવેશ કર્યો હતો. અંદર શાળાના મકાનમાંથી પંખા નંગ.૪, એક એલ.ઈ.ડી., એક મોબાઈલ ફોન, મોનીટર, પ્રિન્ટર, સીપીયુ વિગેરે મળી કુલ રૂા. ૭૫,૦૦૦ના મુદ્દામાલ ની ચોરી કરી તસ્કરોએ કેમેરા કંટ્રોલ અને ઈલેક્ટ્રીક વાયરોની તોડફોડ કરી નુકસાન પહોંચાડી ફરાર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ગરબાડા તાલુકાના કથોલિયાની પ્રાથમિક શાળામા પણ તસ્કરોએ ચોરી કરી હતી.ત્યારે બે દિવસમા શાળામા ચોરીની બીજી ઘટના બની છે.આ શાળામાંથી પણ પંખા અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચોરાયા હતા. આમ તો પ્રાથમિક શાળાઓમા વેકેશન દરમિયાન ચોરીની ઘટનાઓ બનતી હોય છે ત્યારે તસ્કરો હવે ચાલુ દિવસોમા પણ શાળાઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ સંબંધે દાહોદ શહેરમાં શ્રીરાજ કૃપા સોસાયટી, જીવનદીપ ઝાલોદ રોડ ખાતે રહેતાં અને શાળામાં ફરજ બજાવતાં સાવિત્રીબેન બદુભાઈ રાઠોડે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ તાલુકાના રામપુરા ગામે આવેલી એક શાળામાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો.શાળામાં મુકી રાખેલા સરસામાન મળી કુલ રૂા.૭૫,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવાઈ છે.બે દિવસમા શાળામા ચોરીની બીજી ઘટના નોંધાંઈ છે.જેથી એક જ ટોળકી સક્રિય હોવાની પણ સંભાવનાઓ રહેલી છે.


