Gujarat

સુરતમાં મહિલાની કારનો કાચ તોડી ૩.૫૦ લાખની ચોરી કરી ચોર ફરાર

સુરત
સુરતના અલથાણ ખાતે આવેલી આગમમાં રહેતા રિતિકાબેન જતીનભાઈ ખન્ના સોલારનો વ્યવસાય કરે છે. તેઓ સ્કૂલમાં લગાવવામાં આવેલા સોલારમાં કંઈક ખામી સર્જાતા કર્યા હતા. ધોળા દિવસે રસ્તા પર કારપાર્ક કરીને તેઓ સ્કૂલમાં ગયા પાછળથી તેમની ટાટા કંપનીની ટીગો ફોર વ્હીલ ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નં-જીજે-૦૫-આરપી-૪૨૬૯નો છે. જે ફોર વ્હીલ ગાડીના ડાબી સાઈડ પાછળની સીટના દરવાજાેનો કાચ કોઈ અજાણ્યા ઈસમ કોઈ સાધન વડે તોડી કારમાં મુકેલ કાળા કલરની બેગમાંથી રોકડા ૩.૫૦ લાખની ચોરી કરી નાસી ગયા હતા. ચોરી થયા બાદ તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન ગયા હતા, અને આસપાસ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, તસ્કરો દ્વારા એપલ કંપનીનું મેકબુક લેપટોપ તથા મેડિકલની ફાઈલ ભરેલો કાળા કલરનો એક થેલો તસ્કરો કે ટેમ્પોમાં મૂકીને નાસી ગયા હતા.આ ટેમ્પો ચાલકે બાજુમાં રહેલા એક મકાનના વોચમેનને આપ્યો હતો અને તેણે પોલીસને જાણ કરી હતી. એ રીતે મેકબુક અને મેડિકલ ફાઈલનો થેલો પરત મળ્યો હતો. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાંચ જેટલા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થતા જાેવા મળે છે. તેમાંથી એક કે બે વ્યક્તિએ ચોરી કરી હોવાનું સામે આવી રહ્યું છે. ધોળા દિવસે થયેલી ચોરીને લઈને આસપાસના લોકોમાં પણનો આશ્ચર્ય જાેવા મળ્યો હતો.સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી મહિલા સોલારના વેપાર અર્થે વરાછા સીતાનગર પાસે આવેલ શ્રી નચિકેતા વિદ્યાભવન સ્કૂલની પાસે ગઈ હતી. આ દરમિયાન સ્કૂલની બ્રિજ નીચે પોતાની કાર પાર્ક કરી હતી. કારપાર્ક કર્યા બાદ મહિલા પોતાના કામકાજ માટે તે સ્કૂલમાં ગઈ હતી. એ દરમિયાન પાર્ક કરેલી કારનો કાચ તોડીએ તસ્કરોએ બે કાળા કલરના થેલાની ચોરી કરી હતી. જેમાંથી એક થેલામાં ૩.૫૦ લાખ રોકડ રકમ હતી. તસ્કરો ચોરી કરીને નાસી ગયા બાદ મહિલાને જાણ થતા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે. પોલીસએ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *