જેતપુર માર્કેટીંગ યાર્ડ સૌરાષ્ટ્ર ની મધ્યમાં આવેલ ત્રીજા નંબરનું ખેડુતો માટે સુવીધા યુકત સૌથી મોટુ યાર્ડ હમેશા દરેક જણસીઓમાં ઉચ્ચતમ ભાવોમાં મોખરે રહે છે.ત્યારે નવી સીઝનમાં જેતપુર વિસ્તારમાં ખેડૂતોએ આગોતરા કપાસના વાવેતર કરેલ હોય ત્યારે વરસાદની વચ્ચે ખુબ સારી કવોલીટીમાં કપાસનું ઉત્પાદન શરૂ થઈ ગયેલ છે . ચાલુ વર્ષે વરસાદી વાતાવરણ હોવા છતા ઘણા ખેડૂથોએ વૈજ્ઞાનિક ઢબે ડ્રીપ ઈરીગેશન પધ્ધતિ દવારા કપાસનું ઉત્પાદન મેળવેલ છે .જેમને લઈને જેતપુર માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવકનો પ્રારંભ થવા પામ્યો છે.યાર્ડમાં નવા કપાસની આવકનો પ્રારંભ થતા યાર્ડના ચેરમેનશ્રી વા.ચેરમેન સેક્રેટરીશ્રી વેપારી સહિતના લોકોએ દર વર્ષની પરંપરાગત મુજબ કપાસની હરરાજીના આજરોજ શ્રી ગણેશ કરેલ હતા.નવા કપાસની હરાજીમાં આજે ૧૦૦ મણ કપાસની આવક થઈ હતી જેમાં ૫૧૦૦ ની બોલી થી શરૂઆત થઈ હતી થાણાગલોળ ગામના ખેડુત કેતનભાઈ દવે કપાસના પ્રતિ મણના રૂ .૮.૮૦૦ / -ના વિક્રમી ભાવ ઉપજ્યા હતા.આ સાથે નવા કપાસની હરાજીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતાં નવા કપાસની હરાજીમાં દરેક વેપારીઓએ ખુબજ ઉત્સાહીત ભાગ લીધો હતો.ત્યારે યાર્ડમાં વેપારીઓ ઉચ્ચતમ ભાવોથી ખરીદ કરેલ કપાસ તેમજ નવા અન્ય વેપારીઓએ કરેલ કપાસના ભાવ પણ પ્રતી મણ રૂ .૫૧૦૦ થી ના એવરેજ ભાવે ખરીદી કરેલ હતો. પ્રથમ દિવસે નવા કપાસની ૧૦૦ મણની આવક સાથે યાર્ડમાં કપાસની આવક થયેલ હતી . આમ સૌરાષ્ટ્રમાં સૌથી ઉચા ભાવે કપાસનું જેતપુર માર્કેટ યાર્ડમાં વેચાણ થયેલ છે .વધુમાં ચેરમેનશ્રી તથા વા.ચેરમેનશ્રી જણાવેલ કે , ચાલુ વર્ષે કપાસની ગુણવતા તેમજ ડીમાન્ડ ખુબજ સારી હોય એટલે એકંદરે ભાવો ખુબજ સારા રહશે તેવી આશા સાથે ખેડુતોને કપાસની કવોલીટી પ્રમાણે ગ્રેડીંગ કરી કપાસ જેતપુર માર્કેટીંગ યાર્ડમાં લઈ આવવા અનુરોધ કરીને શુભેચ્છા પાઠવેલ હતી


