Gujarat

બોડેલી તાલુકાના જીવનપુરા ગામેથી ચાર ફુટનો મગર‌‌‌ વન વિભાગ દ્વારા ઝડપી પાડ્યો                                 

બોડેલી  ના જીવનપુરા ગામે મોટા અને ઉંડા પાણી ભરાયેલા ખાડામાં ચાર ફુટનો મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.ખાડા નજીકના કોતરોમાં વહેતા પાણીમાં મગર આવી ગયો હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું. પાણી ભરાઈ રહેલા ખાડામાં મગર આમતેમ ફરી રહ્યો હોવાના કારણે બોડેલી વનવિભાગના અધિકારીઓને ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવતા વનવિભાગ દ્વારા ખાડા નજીક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું   પાણી ભરાઈ રહેલા  પહોળા અને ૨૫ ફુટ ઉંડા ખાડામાં મગરને લટાર મારતો જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો જાહેર માર્ગ નજીકના ખાડામાં મગરને જોવા મોટી સંખ્યામાં લોકટોળા ઉમટ્યા હતા મગર કોઈને નુકશાન ન કરે તે માટે વનવિભાગના RFO બીટગાર્ડ  દ્વારા ભારે જહેમત ઉઠાવી મગરને પકડવાની કવાયત હાથ ધરવામાં આવતા ચાર ફુટના મગરને સુરક્ષિત રીતે રેસ્કયુ કરીને જબુગામ વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો આમ  બોડેલી તાલુકાના જીવનપુરા ગામેથી ચાર ફુટનો મગર‌‌‌ વન વિભાગ દ્વારા ઝડપી પાડ્યો  હતો આજુબાજુ વિસ્તારમાં રહેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220830-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *