ગોંડલ
ગોંડલમાં એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે, અનેક જગ્યાના સીસીટીવીના કેમેરામાં અનેક તસ્કરો કેદ થવા પામ્યા છે. ગોંડલ ટાઇનહોલના પાર્કિંગમાંથી આશરે ૧ લાખ જેવી રોકડ રકમની ચોરીની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. ત્યારબાદ મુરલીધર રેસિડેન્સીમાંથી બાઈકની ચોરીની ઘટના સીસીટીવી માં કેફ થવા પામી હતી. ત્રીજી ઘટના જેતપુર રોડ પર લક્ષ્મીનગર, મોહનપાર્ક અને વૃંદાવન-૨માં પાંચ જેટલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. આ તમામ બનાવને લઈને પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક સ્માર્ટ વોચની ચોરીની ઘટની સીસીટીવીમાં કેદ થતાં આ તસ્કરોને પકડવાની માગ ઉઠી છે.ગોંડલ બસ સ્ટેન્ડ રોડ પર વછેરાના વાડા પાસે મોબાઈલની દુકાનમાંથી સ્માર્ટ વોચની ચોરીની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. સ્માર્ટ વોચની ચોરીની આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.


