ઊનાના કાણકબરડા ગામની સીમ વાડીમાં મગફળીના પાકમાં ખેતી કામ કરતી વખતે અચાનક અજગર જોવા મળતા ખેડૂતોમાં ભયનું વાતાવરણ ફેલાયેલ હતું. વનિભાગ દ્રારા અજગરનું રેશ્ક્યુ કરી જંગલમાં સલામત સ્થળે મુકત કરવામાં આવેલ..
કાણકબરડા ગામની સીમ વિસ્તારમાં ખેડૂત વશરામભાઈ બોઘાભાઈ સોલંકીની વાડીમાં મગફળીનું વાવેતર કરવામાં આવેલ હોય આ ખેતરમા મગફળીનાં ઉભા પાકમાં ખેડૂત અને મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે ખેતરમાં મગફળીના પાકમાં અચાનક આઠ ફૂટ લંબાઈ ધરાવતો અજગર જોવા મળતા ખેડૂતોમાં ભયનો મહોલ જોવા મળ્યો હતો. આ વિસ્તારનાં આજુબાજુના ખેડૂતોને જાણ થતાં ખેતરમાં એકત્ર થઇ ગયા હતા. આ અંગે તાત્કાલી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી જશાધાર રેન્જના આર એફ ઓના માર્ગદર્શન હેઠળ વનવિભાગ સ્ટાફના કર્મચારીઓ વલકુભાઈ સહીત રેસ્ક્યુ ટીમ સાધનો સાથે લઈ સ્થળ પર દોડી ગયેલા અને આઠ ફૂટ લાંબા અજગરનું મહામુસીબતે રેસ્કયું કરવામાં આવ્યુ હતું. અને આ અજગરને પકડી સલામત સ્થળે જંગલમાં મુકત કરવામાં આવ્યો હતો. આ અજગરનું રેસ્ક્યું થયાં બાદ આ વિસ્તારનાં ખેડુતો એ હાશકારો અનુભવ્યો હતો..


