Gujarat

ખેડૂતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરી શકે તે હેતુથી ગામડાઓમાં તળાવ, ડેમ તથા ચેકડેમનું નિર્માણ કરવામાં આવે છે  :કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામ ખાતે તળાવનું ખાતમુહૂર્ત કર્યું હતું .ગ્રામીણ વિસ્તાર અને તેમાં પણ ખાસ કરીને ખેતીવાડી વિસ્તાર માટે પાણીની જરૂરિયાત ખૂબ વધારે હોય છે.ત્યારે ૪૪ લાખના ખર્ચે બનનાર આ તળાવમાં પાણીનો સંગ્રહ થશે જે પાણી જમીનમાં ઊંડા ઉતરશે અને ગ્રામ વિસ્તારને તથા સીમના ખેતરોને ઉપયોગી પુરવાર થશે.

આ પ્રસંગે મંત્રી શ્રી એ કહ્યું હતું કે, સિંચાઇ માટે ખેડૂતોને સવલત મળે તે માટે વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ. રાજ્ય સરકાર સૌની યોજના થકી ખેડૂતની જરૂરિયાત સમજીને તે  મુજબના તળાવ, ડેમ તથા ચેકડેમનું નિર્માણ કરવની મંજૂરી આપી રહી છે.સિંચાઇ ઉપરાંતની ખેડૂતોની જરૂરિયાતો ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વીજળી, ખાતર, ટેકાના ભાવે પાકની ખરીદી તથા પાક ધિરાણ વગેરે જેવી સહાયની યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લખધીરસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પોલુભા જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નવલભાઈ મુંગરા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દેવકરણભાઈ ભાલોડિયા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી રસિકભાઈ ભંડેરી, જિલ્લા પંચાયત સભ્ય શ્રી મનસુખભાઈ ચભાડીયા,ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્ર શ્રી ભીમજીભાઈ મકવાણા, કાર્યપાલક ઈજનેર શ્રી જામનગર, કાર્યપાલક ઈજનેરશ્રી ધ્રોલ, શ્રી બી.એચ. ઘોડાસરા,ભેંસદડ ગામના સરંચશ્રી ગ્રામ આગેવાનો, ગ્રામજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Raghavjibhai-patel-13.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *