Gujarat

સરકારની વિવિધ યોજના થકી લોકોનો આર્થિક,શારીરિક અને સામાજિક એમ સર્વાંગી વિકાસ થાય છે-કૃષિ મંત્રીશ્રી

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપુર ગામ ખાતે મેલડીમાતાના મંદિરના રસ્તાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.૨.૬૬ કરોડના ખર્ચે બનનાર આ રોડ મેલડીમાતાના મંદિરથી સ્ટેટ હાઇવે સુધીના ૦૨ કી.મી લંબાઈનો બનશે.જેના થકી ગ્રામજનો અને ગામની મુલાકાત લેતા મહેમાનોની મુશ્કેલીમાં ઘટાડો થશે.

રોડનું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તાર ત્યાંના લોકો અને તેમાં પણ ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર હંમેશા પ્રગતિશીલ રહે છે. રાજ્ય સરકાર લોકોના વિકાસ માટે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. સરકારની આવી વિવિધ યોજના થકી લોકોનો આર્થિક,શારીરિક અને સામાજિક એમ સર્વાંગી વિકાસ થાય છે.મેલડીમાતાના મંદિરથી સ્ટેટ હાઇવેને જોડતો આ રોડ નિર્માણ પામતા ગામના લોકોની સગવડમાં ચોક્કસ પણે વધારો કરશે. આ રોડ લતીપુર ગામને શહેરની વધારે નજીક આવવામાં મદદરૂપ બનશે.જેના કારણે ગામના વિકાસને વેગ મળશે અને ગ્રામજનોના વિકાસમાં આવતી મુશ્કેલી અને અગવડો દૂર થશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લખધીરસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પોલુભા જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નવલભાઈ મુંગરા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દેવકરણભાઈ ભાલોડિયા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી રસિકભાઈ ભંડેરી, જિલ્લા પંચાયત સભ્ય શ્રી મનસુખભાઈ ચભાડીયા,ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્ર શ્રી ભીમજીભાઈ મકવાણા, કાર્યપાલક ઈજનેર શ્રી છૈયા, ડેપ્યુટી ઈજનેર શ્રી હાર્દિકભાઈ વાલોતરિયા,કોન્ટ્રાકટર શ્રી ચિરાગભાઈ, શ્રી બી.એચ. ઘોડાસરા,લતીપુર ગામના સરંચશ્રી હસમુખભાઈ સરવૈયા, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Raghavjibhai-patel-14.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *