Gujarat

ઊનાના સામતેર ગામે સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોને બીલ આપવા માંગ…

ઊના તાલુકામાં સસ્તા અનાજની દુકાન આવેલી હોય આ રાશનની દુકાનમાં રાશનકાર્ડ ધારક ગ્રાહકોને પોતાના સસ્તા અનાજનો માલસામાન લેવા જાય છે. ત્યારે રાશનની દુકાનધરાવતા સંચાલક દ્રારા કોઇપણ જાતનું બીલ આપવામાં આવતું નથી. ગ્રાહકોને સરકાર તરફથી કેટલુ અનાજ આપવામાં આવે તે તેનો શું ભાવ લેવામાં આવે છે. તેનો ખ્યાલ આવે અને કેટલુ અનાજ મળવા પાત્ર છે અને કેટલુ મળે છે. તે ખ્યાલ બાબતે દુકાનદાર કોઇ જાતનું બીલ કે ચિઠ્ઠી આપવામાં આવતી નથી. જો આ બીલ કે  ચિઠ્ઠી આપવામાં  આવે તો ગ્રાહકને ખબર પડે કે કેટલુ મળવા પાત્ર છે. અને કેટલુ મળે છે જો આ રીતે બીલ કે ચિઠ્ઠી આપવામાં આવે તો આમાં ભ્રષ્ટાચાર રોકી શકાય છે. આ બાબતે સામતેર ગામના ઉપસરપંચ સંજયસિંહ ગોહીલે ગીરસોમનાથ જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરી તમામ સસ્તા અનાજની દુકાનદાર દ્રારા ગ્રાહકોને બીલ આપવામાં આવે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *