વડોદરા
શહેરમાં ચાલી રહેલા રોગચાળામાં મચ્છરજન્ય બીમારીમાં વધારો નોંધાો છે. શનિવારે ડેન્ગ્યૂના ૨૯ દર્દીના ટેસ્ટ કરાતા ૫ દર્દી પોઝિટિવ આવ્યા હતા, ચિકનગુનિયાના ૧૯ દર્દીના ટેસ્ટ કરાતા ૨ પોઝિટિવ નોંધાયા હતા. વાઇરલ ફીવરના ૫૫૧, ટાઈફોઇડના ૨ તેમજ સ્વાઈન ફ્લૂના ૨ દર્દી પોઝિટિવ આવ્યા હતા. આરોગ્ય વિભાગે ૩૮ કન્સ્ટ્રક્શન સાઇટ પર ચકાસણી કરી હતી. વરસાદે વિરામ લેતાં આરોગ્ય વિભાગને થોડો હાશકારો થયો છે, પરંતુ ચોખ્ખા પાણીમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના મચ્છરનો વ્યાપ વધ્યો છે. દર્દીઓને ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા ભલે શંકાસ્પદ આવે, પરંતુ ટ્રીટમેન્ટ તે જ આપવામાં આવે છે. જેને કારણે આરોગ્ય વિભાગની દોડધામ વધી રહી છે. શહેરમાં વાઇરલ ફીવર હજુ પણ કંટ્રોલમાં આવતો નથી. રોજના ?૫૦૦ થી ૭૦૦ જેટલા દર્દીઓ તાવની ઝપટમાં આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા શનિવારે ૯૪૭ દર્દીઓના મલેરિયાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

