Gujarat

આણંદમાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની બેઠક મળી

આણંદ
આણંદ સરકીટ હાઉસ ખાતે સાંસદ મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક મળી હતી. સાંસદ મિતેષભાઇ પટેલે સરકારના તમામ યોજનાકીય લાભો જરૂરિયાતમંદોને સમયસર મળે તેમજ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ નિર્ધારીત લક્ષ્યાંકો સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થવાની સાથે કોઇપણ સાચો લાભાર્થી સરકારની વિવિધ યોજનાકીય લાભોથી વંચિત રહેવા ન પામે તે જાેવાનો પણ સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.તેમજ ચોમાસા દરમ્યાન નુકશાન પામેલ માર્ગોની યોગ્ય મરામત માટે પણ અધિકારીઓને ઢંઢોળ્યા હતા. સાંસદ મિતેષભાઇ પટેલે કેન્દ્રીય અને રાજય સરકારની પ્રજાકલ્યાકણની યોજનાઓ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડી માનવીય સંવેદના સાથે કામગીરી કરવા સહિત જે કોઇ કામો બાકી રહ્યા હોય તેવા કામો ઝડપથી ચાલુ થાય તે જાેવા પર ભાર મૂકી અધિકારીઓને તેઓ સ્વયં સ્થળ પર જઈ તપાસ કરે છે કે કેમ તેની પૃચ્છા કરી જરૂરી તપાસ કરી કામગીરી પૂર્ણ થાય તે જાેવા સુચવ્યું હતું. આ ઉપરાંત તેઓએ જિલ્લામાં વર્તમાન ચોમાસાની ઋતુ દરમ્યાન રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કે અન્ય કારણે થયેલ ખાડાઓ તેમજ નુકસાન પામ્યા હોય તેવા તમામ કામો સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં સાંસદ મિતેષભાઇ પટેલે કેન્દ્રીય અને રાજય સરકાર પુરસ્કૃત તેમજ જિલ્લાર ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલી એવી વિવિધ ૪૨ પ્રકારની યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનેરગા, મિશન મંગલમ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય્‌ યોજના, પ્રધાનમંત્રી કૃષિ યોજના, નેશનલ હેલ્થ મિશન, બેટી બચાવો – બેટી પઢાઓ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજનાઓની જૂન-૨૦૨૨ સુધીમાં કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જિલ્લામાં કરવામાં આવેલ કામગીરી પ્રતિ સંતોષ વ્યકત કરી ટેન્ડેરીંગની પ્રક્રિયા પણ સમયસર પૂરી થાય તે જાેવા પર ભાર મૂકયો હતો. આ ઉપરાંત તેઓએ આરોગ્યલક્ષી કામગીરીની વિગતવાર છણાવટ કરી હતી. જયારે આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામેલ ગામોમાં તમામ પ્રકારના લાભો પહોંચતા થાય તે જાેવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. તેમણે વધુમાં મહિલા ઉત્કર્ષ માટે મહિલાઓને જરૂરી લોન-ધિરાણ-સહાય સરળતાથી ઉપલબ્ધ થાય તે જાેવા સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું. આ બેઠકમાં કલેકટર મનોજ દક્ષિણીએ સાંસદ અને ધારાસભ્યો દ્વારા સુચવવામાં આવેલ સૂચનોને ધ્યાને લઇ સંબંધિત અધિકારીઓએ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે જાેવા જણાવ્યું હતું. બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીયના નિયામક જે.વી.દેસાઇએ સૌને આવકારી વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં જિલ્લાલ પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર,તમામ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, જિલ્લાં આયોજન અધિકારી,જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સહિત તમામ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *