ગિરગઢડા
ભરત ગંગદેવ
સીનીયર સીટીઝન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તારીખ ૦૪/૦૯/૨૦૨૨ના સાંજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. યજમાન પદે સીનીયર સીટીઝન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યશ્રીઓ/સભ્યદંપતિઓ શ્રી અર્જુનભાઇ ચાવલા, મહેન્દ્રભાઇ પારેખ, ગોવિંદભાઇ વાંદરવાલા, મુકુલભાઇ જાની, જાદવભાઇ લખમભાઇ, શારદાબેન તન્ના, બાબુભાઇ માવધીયા, નિર્મલાબેન, જોષી, કમળાબેન ઉનડકટ તેમજ રમેશભાઇ સાગર જોડાયા હતા.
સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યશ્રીઓ શિસ્તબદ્ધ રીતે બરાબર બપોરે ૪/૩૦ કલાકે મંદિર બહાર પ્રથમ સિક્યોરિટી ગેઇટ પાસે એકઠા થયા હતા. ત્યાં સભ્યોનું કેશરી ખેસ પહેરાવી સ્વાગત અને વધામણા કરવામાં આવેલ. યજમાનો ઢોલ નગારાના તાલ સાથે ધજાનો થાળ માથે લઇ મંદિર તરફ યાત્રારૂપે આગળ વધ્યા હતા. બહેનો રાસ ગરબાનો લહાવો પણ લિધો હતો. મંદિરની પરિક્રમા તેમજ પંડિતજી દ્વારા વિધીવત બાદ બરાબર ૫/૪૫ કલાકે સાંજે ધ્વજા ફરકાવવામાં આવી હતી અને સૌ સભ્યો સોમનાથ મહાદેવના જયઘોષથી વાતાવરણ ભક્તિમય અને ભાવવિભોર બની ગયેલ.
શ્રી નાથાણી પરિવાર તરફથી સૌ સભ્યોને સોમનાથના પ્રસાદના પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ હાજરી આપી હતી અને સોમનાથ ટ્રસ્ટના સ્ટાફનો અનન્ય સહયોગ રહ્યો હતો.
આ પ્રસંગે સીનીયર સીટીઝન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શ્યામભાઇ નાથાણી, ઉપપ્રમુખશ્રી જીતેન્દ્ર મહેતા, મધુસૂદન નાયક, ટ્રસ્ટ તેમજ કારોબારી સભ્યશ્રી શૈલેષ શેઠ, અનિલ જી.પુરોહિત, અરૂણ પુરોહિત તથા પ્રવિણભાઇ ઠાકરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપેલ જયારે કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે સેક્રેટરી શ્રી દિપક ટીલાવત અને અનિલ એમ.પુરોહિત સહયોગી બન્યા હતા.
ધ્વજારોહણના કાર્યક્રમ બાદ સભ્યો માટે સાગર દર્શનમા ભોજન વ્યવસ્થા કરવામાં Play હતી. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી કાર્યક્રમ પૂર્ણ કરેલ તેમ સીનીયર સીટીઝન ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી કિરીટભાઇ ઉનડકટ યાદી જણાવે છે.

