Gujarat

ધામળેજ ગામે અગિયારસના પાવન દિવસે રામદેવપીર નો મેળો, ધજાગરો,ધુપેડો, સહિતના કાર્યક્રમો…

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
.સુત્રાપાડા તાલુકાના ધામળેજ મુકામે દર વખતે ની જેમ આ વખતે પણ રામાપીર પ્લોટ ખાતે રામદેવપીર નો મેળો,ધજાગરો, ધજા ચડાવવાનો, સહિતના કાર્યક્રમમાં રાખવામાં આવ્યા છે. જેમાં ભાદરવા સુદ અગિયારસ તારીખ 6/9/22ને મંગળવાર રોજ બપોરે 3 કલાકે ધજાગરો કાઢવામાં આવશે જે ધજાગરો રામદેવપીર ના મંદિરે થી લઈ આખાગામની અંદર પરિભ્રમણ કરી અને મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવશે જેમાં આજુબાજુ વિસ્તારના ગામડામાંથી બહોળી  સંખ્યામા લોકો અહીં આવે છે અને સાથે સાથે આ દિવસે મેળા ની  પણ મોજ માણસે એક દિવસનો અહીં મેળો યોજાય છે જેમાં નાના મોટા રમકડા સ્ટોલ, ખાણીપીણી સહિતના સ્ટોલ પણ હોય છે તો આ મેળાને માણવા તથા ધજાગરો માં પધારવા ભાવિકોને સમસ્ત ધામળેજ ગામ/બંદર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે..

IMG-20220904-WA0426.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *