Maharashtra

આયશા કપૂર હવે હીરોઈન તરીકે ડેબ્યુ ફિલ્મ કરવા ઉત્સાહમાં, આ ફિલ્મમાં લીડ રોલ થયો ઓફર

મુંબઈ
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બ્લેક’ ૨૦૦૫ના વર્ષમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રાની મુખરજી લીડ રોલમાં હતા. રાનીના બાળપણનો રોલ આયશા કપૂરે કર્યો હતો. સ્વાભાવિક છે કે, આયશા હવે મોટી છે અને નસીબ પણ તેને સાથ આપી રહ્યું છે. આયશાને અપકમિંગ ફિલ્મ હરી ઓમમાં લીડ રોલ ઓફર થયો છે. ૨૮ વર્ષની આયશા હીરોઈન તરીકે ડેબ્યુ ફિલ્મ કરવા ઉત્સાહમાં છે. આ ફિલ્મમાં તેની સાથે અનુમાન ઝા લીડ રોલમાં છે. આયશાએ ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને તેણે ભારતમાં પરત આવ્યા બાદ હિન્દી સુધાર્યું હતું. લાલસિંહ ચઢ્ઢા માટે આમિરને પંજાબી શીખવામાં મદદ કરનારા લેન્ગવેજ કોચ કુલવિંદર બખ્શીશે આયશાને છ મહિના હિન્દીની ટ્રેનિંગ આપી હતી. આયશાએ આ ફિલ્મ અંગે જણાવ્યું હતું કે, તે ફેમિલી એન્ટરટેઈનર છે અને તેનું શૂટિંગ મધ્યપ્રદેશમાં થવાનું છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *