Gujarat

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા પસંદગીના નંબર માટેની હરાજી ૨૦ સપ્ટેમ્બરના ખોલવામા આવશે

સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ

ગીરસોમનાથ જિલ્લાના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ચાલુ સીરીઝGJ32V અને જુની સીરીઝ GJ32T,U,  દ્વિચક્રીય વાહનોની ચાલુ સીરીઝGJ32M,N,P,Q,R,AB અને જુની સીરીઝ GJ32H,J,L તેમજ ફોરવ્હિલ વાહનોની ચાલુ સીરીઝ GJ32K,AAઅને જુની સીરીઝ GJ32B માટેના પસંદગીના નંબરો માટેની હરાજી તા.20/9/2022 ના રોજ ખોલવામાંઆવશે.

હરાજીમાં ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં કરાવી ઓનલાઈનhttp://parivahan.gov.in/fancyપર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે. હરાજી સમયસારણી તા.15/9/2022 (4:00pm) થી 17/9/2022 (4:00pm) સુધી ઓક્શન માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.18/9/2022 (4:00pm) થી 19/9/2022 (4:00pm) સુધી ઓક્શનનું બિડિંગ ઓપન થશે.અને તા.20/9/2022 ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

ખાસ નોંધનીય બાબત છે કે જે વાહન માલીક દ્વારા સીએનએ ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલીક ખરીદીની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમા ભાગ લઇ શકશે તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. તેમજ ઓક્શન બિડિંગમાં ભાગ લેનાર અરજદારે સીરીઝ ખુલ્યાની તારીખથી દિવસ-૩(ત્રણ)માં બિડિંગ મુજબના નાણા ઓનલાઇન ભરવાના રહેશે અને  તે અંગેની જાણ કરવાની રહેશે અન્યથા જેતે નંબર મળવાપાત્ર રહેશે નહીં. સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી કચેરી  ગીર સોમનાથની યાદીમા જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *