Gujarat

રાજકોટ જેલમાંથી છેલ્લા બે વર્ષથી પેરોલ જંપ થયેલ રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે.ના મર્ડરના ગુનાના આરોપીને કોમ્બીંગ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન પકડી પાડતી વેરાવળ સીટી પોલીસ 

સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
     💫ગીર સોમનાથ જીલ્લા તથા અન્ય જીલ્લા/શહેરમાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલમાંથી વચગાળાના જામીન/પેરોલ ઉપર મુકત થઇ નાશી ગયેલ આરોપીઓને પકડી પાડવા સારૂ *ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ* નાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે અનુસંધાને
            💫વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી તથા પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા તથા પો. કોન્સ. રોહીતભાઇ જગમાલભાઇ તથા નદીમભાઇ શેરમહંમદભાઇ તથા અસ્પાકભાઇ અલ્લાંરખાંભાઇ તથા ભગીરથસિંહ ભુપતસિંહ* નાઓ આજરોજ કોમ્બીંગ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન *પો. કોન્સ. નદીમભાઇ શેરમહંમદભાઇ* ને મળેલ બાતમી હકીકત આધારે *વેરાવળ બસ સ્ટેશન ખાતેથી રાજકોટ શહેર ગાંધીગ્રામ-૧ પો.સ્ટે. ગુ.ર.નં.ફર્સ્ટ-૧૮૦/૨૦૧૭ આઇપીસી ક.-૩૦૨ મુજબના ગુનાના આરોપી-અજયસિંહ પ્રધ્યુમનસિંહ વાળા દરબાર, ઉ.વ.૩૦, ધંધો.ડ્રાઇવીંગ, રહે.રાજકોટ શહેર, બજરંગ વાડી* વાળો ઉપરોકત ગુનાના કામે રાજકોટ જેલમાં હોય અને સને-૨૦૨૦ માં પેરોલ રજા ઉપર મુકત થયેલ હોય અને પેરોલ રજાની મુદત પુરી થતા રાજકોટ જેલ ખાતે હાજર નહી થઇ છેલ્લા બે વર્ષથી ફરાર થઇ ગયેલ હોય જેને *આજરોજ નાઇટ રાઉન્ડ દરમ્યાન બાતમી હકીકત આધારે પકડી પાડી રાજકોટ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરેલ છે.હોવાની વિગતો
સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220911-WA0122.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *