આવાજ દો હમ એક હે ના નારા
રાજ્યમાં વિવિધ સ્થળો પર આંગણવાડીના બહેનો દ્વારા 8 જેટલી માગણીઓને લઈ વિરોધ પ્રદર્શન અને દેખાવ કર્યા છે. ત્યારે રાજકોટના જેતપુરમાં પણ આંગણવાડી માં કામ કરતા બહેનોએ 3 દિવસીય હડતાળ કરી છે.
જેતપુરના આંગણવાડી બહેનોની 3 દિવસીય હડતાળમાં 48 જેટલા ગામના આંગણવાડીમાં કામ કરતા બહેનો જોડાયા છે. જે બહેનોએ આજરોજ તાલુકા પંચાયત ખાતે પહોંચી સુત્રોચ્ચાર અને દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો.
આંગણવાડી કર્મચારી સભા નેજા હેઠળ ગુજરાત રાજ્ય આંગણવાડી કાર્યકર , તેડાગર બહેનો દ્વારા પડતર પ્રશ્નો અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું છે . જેમાં વેતન વધારાથી લઈને સરકારી ધારાધોરણ વર્ગમાં સમાવેશ કરવા ઉપરાંત વય મર્યાદામાં વધારો કરવાની માગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે
જેતપુર તાલુકાના ની આંગણવાડી કેન્દ્રોમાં કામગીરી કરતાં વર્કર તેમજ હેલપર બહેનો દ્વારા લધુતમ નિયમો મુજબ પગાર વેતન ચુકવવા તેમજ બહેનો ને પેન્શન યોજના અંતર્ગત ગણતરી કરવા અને કાયમી કર્મચારી તરીકે નિમણૂક આપવી આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો ની કામગીરી સિવાયની તમામ કામગીરી નું ભારણ ધડાટવા અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થતી કામગીરી બંધ કરી રજીસ્ટર નોંધણી મુજબ કામગીરી માન્ય રાખવા સહિત વિવિધ મુદ્દા નો ઉકેલ તાત્કાલિક અસરથી લાવવાં ની માંગણી સાથે વિવિધ મંડળો સેજા હેઠળ બહેનો લડત ચલાવી રહ્યા છે અને ઉગ્ર લડત સરકાર સામે લડતાં બહેનો દ્વારા જેતપુર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રોના મંડળ દ્વારા તાલુકા પંચાયત ખાતે પહોંચી CDPO તેમજ મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને વિવિધ મુદ્દા ની રજૂઆત કરી તેનો ઉકેલ લાવવા ન્યાય આપવામાં આવે તેવી માગણી કરી હતી આંગણવાડી બહેનો વર્કર અને હેલ્પ બહેનો દ્વારા 15 વર્ષ થીં કામગીરી સમયસર કરવાં માં આવતી હોય અને સ્થાનિક ગ્રામિણ વિસ્તારોમાં આરોગ્ય નિરોગી સ્વચ્છતા સગર્ભા બહેનો નાં શક્તિ પોષણ તેમજ કૃપોસમ બાળકો ને પોષ્ટિક આહાર આપીને કૃપોષણ દુર કરવાં ની કામગીરી તેમજ ઓનલાઇન કામગીરી અને આ સિવાયના સરકારી ઉત્સવો મેળામાં લોકો ને લાવવાં લઈ જવાં સહિતની તમામ કામગીરી કરતી હોય અને આ કામગીરી સામે માત્ર 7500 પગાર ચુકવવા માં આવતો હોય છે સામાન્ય પગાર માં ઓફીસ માં આવવાં જવા નાં ભાડા પોષટિક ખોરાક કેન્દ્ર માં લઇ જવાં નાં ભાડાં તેમજ મોબાઈલ રીચાર્જ સહિત થતાં ખર્ચ આંગણવાડી બહેનો ને ધર નાં પૈસા ચુકવવા પડી રહ્યા છે તેમછતાં નિવૃત્ત સમયે કોઈ લાભ મળતો નથી ગ્રેચયુટી ની રકમ તેમજ પેનસન મળતાં નહિં હોવાથી પાછલી જિંદગી કેમ અને કોનાં સહારે જીવવી તેવો પશ્રનો ઉઠાવેલ છે
આંગણવાડી કાર્યકર બહેનોને મૂળભૂત કામગીરી આંગણવાડી કેન્દ્રોમાં નાનાં બાળકો ને લાવવાં લઈ જવાં કેન્દ્ર માં પોષટિ ખોરાક આપીને તેનો વિકાસ કરી કૃપોષિતા દુર કરવી અને સગર્ભા સ્ત્રીઓ ને પોષ્ટિક નિયમિત દેખરેખ રાખવા જેવી કામગીરી કરી બાળકો નાં વિકાસ સમજણ સાથે ધડતર કરવાં હેતુસર આંગણવાડી કેન્દ્રો ચલાવાય છે પરંતુ મૂળભૂત કામગીરી ને સાઇડ લાઈન કરીને અન્ય ભારણ રૂપ જુદીજુદી કામગીરી માં વ્યર્થ રાખવાં નાં કારણે બહેનો કામગીરી ભારણ વધતાં તનાવ અનુભવી રહ્યા છે એકજ કામગીરી મોબાઈલ તેમજ રજીસ્ટર અને પત્રકોમાં કરાવવાં આવતી હોવાથી કામગીરી વધતી જાય છે તેનાં કારણે પરિવાર બાળકો પર ધ્યાન અપાતું નહિં હોવાનાં કારણે આંગણવાડી કેન્દ્રો નાં વર્કર હેલપર બહેનો નાં ધર સંસાર પર ગંભીર અસર પડતાં તનાવ અનુભવી રહ્યા છે આ બાબતે સરકાર દ્વારા દરેક ડીપાર્ટમેન્ટ ને મળતાં સરકારી રજા નાં લાભ મળે તો જીંદગી પરીવાર સાથે પણ જીવી શકાય તેવી લાગણી પણ બહેનો એ વ્યક્ત કરી હતી
બહેનોએ જેતપુરના મામલતદાર અને CDPOને આવેદન પત્ર પાઠવી પોતાની માગણીઓ અંગે અવગત કર્યા હતા. સાથે જ બહેનોએ જણાવ્યું હતું કે,અગાઉ પણ સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ તેનો કોઈ ઉકેલ નહિ આવતા ફરી આંદોલનના માર્ગે આંગણવાડી ની બહેનો ઉતરી હતી અને માંગણી ઓ તાત્કાલિક સ્વીકારવામાં આવે તેવી માંગ કરી હતી.


