મુળ મહીસાગર જિલ્લાના સીમલિયા ગામના અને હાલ વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના મહેશભાઇની વાડીએ રહેતા કાળુભાઇ લુંજાભાઇ પારગી તા.૧૨/૦૯/૨૦૨૨ને ૯ વાગ્યા આસપાસ નાનાકોટડા ગામ ઉમરાળાના રસ્તેથી ચેકડેમ પરથી ચાલીને જતા હતા અને ચેકડેમ ઉપર વધુ પાણી હોય જેથી પાણીમાં નીચે પડી જતા હોકળામાં ગુમ થયા છે. તેમની ઉંમર ૪૨ વર્ષ, બાધો મધ્યમ અને રંગ ઘઉંવર્ણ છે. તેમણે સફેદ કલરનું પેન્ટ શર્ટ પહેરેલ છે. કાળુભાઇની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિસાવદર પોલીસે જણાવ્યું છે.
