Gujarat

અમરેલી જીલ્લા ખાતેના સીસીટીવી કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી ગુમ થયેલ પાકીટ શોધી આપવામા આવેલ.

💫 અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.વી.જાધવ સાહેબ તથા ઇન્ચાર્જ પી.આઇ. ‘‘નેત્રમ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે.એમ.કડછાનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.
💫 તા.૧૫/૦૯/૨૦૨૨ ના રોજ અમરેલી શહેરમાં આઇ.ટી.આઇ.પાસે રહેતા ધ્રુમીલભાઇ અનીલકુમાર મેતલીયાનાઓને એક અજાણ્યું પાકીટ મળેલ હોય. સારા અને જાગૃત નાગરીક તરીકે પોતાની ફરજ નિભાવતા તેઓએ આ મળેલ પાકીટ બાબતે અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરેલ અને જણાવેલ કે આ પાકીટ આઇ.ટી.આઇ.ના સામેના રોડ ઉપરથી મળેલ છે. ત્યાર બાદ, ઇન્ચાર્જ પી.આઇ. ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે.એમ.કડછા તથા હેડ કોન્સ પી.ડી.ગામીત, પો.કોન્સ.આર.બી.હીંગું, પો.કોન્સ.. એચ.એસ.સોલંકી, લોકરક્ષક ડી.સી.ટાંક તથા ટેકનીકલ સહાયક કૌશિકભાઇ ત્રિવેદીએ આ કેસ બાબતે આઇ.ટી.આઇ.કોલેજ સર્કલ પરના સીસીટીવી ફુટેજ ચેક કરતા, આઇ.ટી.આઇ.મા અભ્યાસ કરતા કરણભાઇ ઉદયભાઇ સરવૈયા રહે. સાવરકુંડલા વાળાનું આઇ.ટી.આઇ.ના સામેના રોડ ઉપર પડી ગયેલ હોય. જે માલુમ પડતા આઇ.ટી.આઇ.ના અધ્યાપકશ્રીઓ દ્વારા અરજદારનો સંપર્ક કરી, મળેલ પાકીટની ખરાઇ કરી અને ધ્રુમીલભાઇ અનીલકુમાર મેતલીયાનાઓના હસ્તે પાકીટના મુળ માલીક કરણભાઇ ઉદયભાઇ સરવૈયા રહે. સાવરકુંડલા વાળાને સોપેલ આ પાકીટની અંદર રોકડ રકમ તથા અગત્યના દરસ્તાવેજ તથા એક પેનડ્રાઇવ સહી સલામત રીતે પરત કરેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220915-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *