Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના  દીર્ઘાયુ મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેવા માટે આજરોજ ઇફકો અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અને ગુજરાત ભાજપના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા અને ભાજપ પ્રદેશમંત્રી મહેશભાઈ કસવાલાને ગાંધીનગર ખાતે રૂબરૂ નિમંત્રણ પાઠવતાં કાર્યક્રમના આયોજક જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસૂરિયા.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આંખની હોસ્પિટલ ખાતે યોજવામાં આવી રહેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દિર્ધાયુ માટે દિર્ધાયુ મહાયજ્ઞનું આયોજન અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરિયા દ્વારા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં નિમંત્રણ આપવા માટે  ગાંધીનગર ખાતે રૂબરૂ જઇને સુરેશ પાનસુરિયાએ નેતાગણને હાર્દિક નિમંત્રણ (નોતરું) આપતાં  આ કાર્યક્રમની ભવ્યતા અને નિમંત્રણ પત્રિકાની સુંદરતા મહાનુભાવોએ નિહારી, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આયોજિત દીર્ઘાયુ ૭૩ કુંડી મહાયજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમની માહિતી મેળવી.આ મહાનુભાવોએ કાર્યક્રમની ભવ્યતાને બિરદાવી વડાપ્રધાનના દીર્ઘાયુ મહાયજ્ઞને શુભકામનાઓ પાઠવી.

IMG-20220915-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *