સાવરકુંડલા માં કબીર ટેકરી ખાતે નેત્ર નીદાન થતા નેત્રમણિ આરોપણ કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરાયું
આજ રોજ તારીખ 18/09/2022ને રવિવાર શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર ઓ પી ડી માં 240 દદીઁઓને લાભ લીધો હતો. અને તેમજ મોતિયા ના ઓપરેશન 71 દરદી લાભ લીધો હતો આ કેમ્પ નુ દિપ પાગટય પ.પૂ. મહંત શ્રી નારાણદાસ સાહેબ તથા લાયન્સ કલબ ઓફ અમરેલી સિટી માંથી લાયન્સ મહેશભાઈ પટેલ ભગવાનભાઈ કાબરીયા તથા નરેશભાઈ જોઞાણી સાહેબ તથા બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના વિશાલભાઇ વ્યાસ, જિતેનભાઇ હેલૈયા,મેહુલભાઈ ત્રિવેદી.જગદીશ જેઠવા કિતિઁભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, હીંમત ભાઈ કાછીડીયા કબીરટેકરી સાવરકુંડલા વગેરે સેવા આપી હતી…
રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાથે નિલેશ ઉનડકટ સાવરકુંડલા


