Delhi

આ કાકાની નમકીન વેચવાની ગજબ સ્ટાઈલ તો કચા બદામ’વાળાને પણ પછાડે એવી છે

નવીદિલ્હી
સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી એકથી એક ચઢિયાતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પરંતુ તેમાં કચા બદામવાળા ચાચાજી પણ ખુબ ચર્ચા રહ્યા હતા. તેમની મગફળી વેચવાની સ્ટાઈલ લોકોને એટલી પસંદ આવી કે તેમને સ્ટાર બનાવી દીધા. કચા બદામવાળા ભુવને ત્યારબાદ ઘણા મોટા યુટ્યૂબ સ્ટાર્સ સાથે પણ કામ કર્યું અને સારી આવક કરી. જાેકે, હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ છે તેને જાેઈ ભુવનના કચા બદામ પણ ભૂલી જશો. વાયરલ વીડિયોમાં જાેવા મળતા કાકા એવી સ્ટાઈલમાં ગાઈને નમકીન વેચી રહ્યા છે કે કોઈપણ તેમના ફેન થઈ જશે. આ વીડિયોમાં તેમની નમકીન વેચવાની રીત એટલી રમૂજી અંદાજ અને અલગ છે કે જાેઈને ખુશ થઈ જશો. વાયરલ થઈ રહેલો આ વીડિયો લગભગ ૪૫ સેકન્ડનો છે. તેમાં જાેઈ શકો છો કે, કાકા બજાજ ચેતક સ્કૂટર પર બેઠા છે અને તેમના માથા પર વેસ્ટર્ન સ્ટાઈલની ટોપી છે. ત્યારે તેઓ તેમના મોઢામાંથી એવો અવાજ કાઢે છે જેમ કે કોઈ મ્યૂઝિકલ ઇક્વિપમેન્ટ વગાડી રહ્યું હોય. નમકીન વેચતા કાકાની આ સ્ટાઈલ જાેઈ કોઈપણ કચા બદામવાળા ભુવનની સ્ટાઈલ ભૂલી જશે. વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ખ્તૈીઙ્ઘઙ્ઘી નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *