Maharashtra

એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે રીસેન્ટલી સિસ્ટર ખુશી કપૂર અને ફ્રેન્ડ આલિયા કશ્યપ સાથે કરી પાર્ટી

મુંબઈ
એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે રીસેન્ટલી સિસ્ટર ખુશી કપૂર અને ફ્રેન્ડ આલિયા કશ્યપ સાથે પાર્ટી એન્જાેય કરી હતી. ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની દીકરી આલિયા ઉપરાંત કપૂર સિસ્ટર્સના અન્ય ફ્રેન્ડ્‌સ મુંબઈમાં ભેગા થયા હતા. ઈન્સ્ટાગ્રામ પર આ ત્રણેય દ્વારા પાર્ટીની ઝલક શેર કરાઈ હતી. આ પાર્ટીનો ડ્રેસકોડ વ્હાઈટ હોવાથી તમામ ફ્રેન્ડ્‌સ વ્હાઈટ ડ્રેસમાં પહોંચ્યા હતા. જ્હાન્વી કપૂર છેલ્લે ગૂડ લક જેરી ફિલ્મમાં જાેવા મળી હતી. તેની બહેન ખુશી ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યુ કરવાની છે. આલિયા કશ્યપના એક્ટિંગ પ્લાન્સ હજુ બહાર આવ્યા નથી, પરંતુ ત્રણેયનું બોન્ડિંગ સારું છે. તેઓ કોમન ફ્રેન્ડ અક્ષત રંજનનો બર્થ ડે સેલિબ્રેટ કરવા ભેગા થયા હતા. આલિયા કશ્યપ યુ ટ્યુબ ચેનલ ધરાવે છે અને અવારનવાર વીડિયો શેર કરતી રહે છે. આ વખતે તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી. તેણે શેર કરેલા ફોટોગ્રાફ્સમાં જ્હાન્વી અને ખુશી ઉપરાંત ઓહરાન અવતારામાણી, મુસ્કાન ચનાના પણ જાેવા મળે છે. અહાન શેટ્ટી અને તેની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ, એક્ટર આકાંશા રંજન પણ સાથે જાેવા મળ્યા હતા.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *