Gujarat

વિદ્યાર્થીનીઓને ગુજરાત પાક્ષિકની જ્ઞાન વૈવિધ્યતા વિશે જાણકારી અપાઈ

માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતા ગુજરાતીઓના વિશ્વસનીય મેગેઝીન ‘ ગુજરાત’ પાક્ષિકનું જિલ્લા માહિતી કચેરી, જૂનાગઢ દ્વારા મહિલા આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે દર ૧૫ દિવસે પ્રસિદ્ધ થતા ગુજરાત સામયિકની જ્ઞાન વૈવિધ્યતા વિશે વિદ્યાર્થીનીઓને જાણકારી આપવામાં આવી હતી.

        ઉલ્લેખનીય છે કે, ‘ગુજરાત’ પાક્ષિક વાચકોને વિકાસલક્ષી અને યોજનાકીય જાણકારી આપવા માટે જાણીતું છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓમાં પણ તેની બહુ માંગ રહે છે. આ સામયિકમાં રાજ્ય સરકારની નીતિઓ, યોજનાઓ સહિતની વૈવિધ્યસભર માહિતી રસાળ શૈલીમાં પીરસવામાં આવે છે. ગુજરાત સામયિક તેની આકર્ષક ડિઝાઇન અને રંગરૂપને લઈને લોકોમાં પ્રિય છે, ત્યારે વિદ્યાર્થીઓને ‘ગુજરાત’ મેગેઝીન હાથમાં આપવામાં આવતા તેનો આનંદ ચહેરા પર સ્પષ્ટ જોવા મળતો હતો.

       જિલ્લા માહિતી કચેરી, જૂનાગઢ ખાતે વિનામૂલ્યે આ ગુજરાત પાક્ષિકનો અંક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

iti-mahila-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *