સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા લીલીયાના વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના નેતા ભરત નાકરાણી તેમજ તેની ટીમ દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીલક્ષી કામગીરીઓના નિકાલ બાબત સાવરકુંડલા નાયબ કલેકટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
આમ પણ ચૂંટણી સંદર્ભે ખાસકરીને મૃત્યુ પામેલા મતદારોના નામ ચૂંટણી મતદાર યાદીમાંથી કમી કરવા જેવાં મુદ્દાઓ અંગે ચોક્કસાઈપૂર્વક કામગીરી કરવા માટે સાવરકુંડલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ.


