Gujarat

જેતપુરમાં માલધારી સમાજ દ્વારા ગૌચર પ્રશ્ને રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર

દૂધની ડેરી ચાની હોટલો બંધ રાખી સમર્થન આપ્‍યુ
આજે ગુજરાતભરમાં પશુપાલકો ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. માલધારી સમાજની દૂધ-હડતાળને પગલે ગઇકાલે મોડી રાતથી જ શરુ થયેલી દૂધની અછત આજે દૂધના કકળાટમાં પરિવર્તિત થઈ હતી
જેતપુરમાં પશુપાલકો દ્વારા બંધનું એલાન અપાયું છે. આગેવાનોએ શહેરમાં મૌન રેલી યોજી વિરોધ વ્યકત કર્યો છે. પશુપાલકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે. જેતપુર શહેર અને દૂધ વિતરણ વ્યવસ્થા બંધ કરી દેવાઇ હતી
“માલધારી સમાજ  દ્વારા પોતાની ૧૧ માંગણીઓનો પ્રશ્ને આજરોજ ગુજરાત બેચનું એલાન આપવામાં આવેલ જેમાં શહેરથી ગુજરાતમાં માલધારી મહાપંચાયત, ભરવાડ, રબારી, ચારણ સમાજના ધર્મગુરૂઓના આહવાનથી બંધમાં જોડાઇ દૂધની ડેરીઓ, ચાની હોટલો બંધ રાખી બહોળી સંખ્‍યામાં જીમખાના મેદાન ખાતે એકત્રીત થઇ રેલી સ્‍વરૂપે મામલતદારને આવેદન પત્ર પાઠવતા જણાવેલ કે ગોચરની જમીનની પેશકદમી હટાવવી, પશુપાલકોને પડતી મુશ્‍કેલીઓનું નિરાકરણ લાવવું. જો દિવસ ૧પમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો પોતાના ગૌંધન સાથે મામલતદાર કચેરીનો ઘેરાવ કરશે. તેનાથી કોઇ પરિસ્‍થિતિ સર્જાય તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્‍ચારેલ છે.

IMG_20220921_190245.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *