ગાંધીનગર
ગાંધીનગરના અંબાપુર ખાતે બનતી ચોર્યાસી કડવા પાટીદાર સમાજ સંકુલની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી તસ્કરો રૂ. ૪૫ હજારની કિંમતના ૧૦૫ નંગ લોખંડના ફર્મા ચોરી જતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ થલતેજ ખાતે રહેતો ધ્રુવ પટેલ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. જેની કન્સ્ટ્રક્શનની સાઇડ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ચાલે છે. જેમાં અંબાપુર ગામે આવેલ ચોર્યાસી કડવા પાટીદાર સમાજનુ સંકુલ બને છે. જેમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. જે કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર લોખંડના ફરમા, સીમેન્ટ, લોખંડના સળીયા, કપ્ચી વિગેરે સરસામાન પડેલ હતો.જેની દેખરેખ માટે રમેશભાઇ લાલાભાઇ બારીયાને રાખ્યા છે. સવાર રમેશભાઇ બારીયાએ ફોન કરી ધ્રુવ પટેલને જાણ કરી હતી કે, રાત્રી તેઓ સાઇડ ઉપર આવેલ ઓરડીમાં સુઇ ગયેલ હતો અને સવાર ઊઠેલ. ત્યારે કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર જાેતાં લોખંડના ફરમા ચોરાઇ ગયાનું લાગી રહ્યું છે. આથી ધ્રુવ કન્સ્ટ્રક્શન સાઈડ પર દોડી આવ્યો હતો. બાદમાં ફરમાની ગણતરી કરવામાં આવતાં અલગ અલગ સાઈઝનાં ૧૦૫ નંગ લોખંડના ફરમા ચોરાઈ ગયા હોવાનું માલુમ પડયું હતું. જે અંગે આસપાસના વિસ્તારમાં શોધખોળ પણ કરી હતી પરંતુ ફરમા ક્યાંય મળી આવ્યા ન હતા. આ અંગે ધ્રુવની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ૪૫ હજારની કિંમતના લોખંડના ફર્મા ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


