સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ઉપરોક્ત કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર પર કરવામાં આવેલ હતો. જેમાં બાઢડા સેન્ટરમાં આવેલ આંગણવાડીના સુપરવાઈઝરશ્રી શેખ શરીફાબેનના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમની ઉજવણી થયેલ હતી.જેમાં આંગણવાડીના નાના નાના ભૂલકાઓને પુલાવ ભાત તેમજ વઘારેલ ચણાનો પોષણયુક્ત નાસ્તો આપવામાં આવેલ હતો.આ પોષણ માસ ઉજવણીમાં સંકુલના મેનેજીંગ ડાયરેક્ટરશ્રી વિઠ્ઠલભાઈ વાછાણીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં કેમ્પસ ડાયરેક્ટરશ્રી નીકીતાબેન કોટડીયા,કોલેજના ઈન્ચાર્જ આચાર્યશ્રી કાજલબેન વેકરીયા,એન.એસ.એસ. પ્રોગામ ઓફિસર હિતેશભાઈ જોષી,હરેશભાઈ બોરીસાગર (H.O.D Science Department),અધ્યાપક્શ્રીઓ, તથા વિધાર્થીઓ દ્વારા હોંશભેર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી.


