Gujarat

જૂનાગઢમાં ખેડૂઓના ઉત્કર્ષ માટે પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ આટલા કરોડનું ફાળવ્યું જંગી અનુદાન

જૂનાગઢ
દરિયા કિનારા નજીક માછલીઓ મળતી નથી, જેથી ભારત સરકાર સ્ટોક રિન્ચિંગ માટે જુદા જુદા પગલાં લઈ રહી છે. સાગર પરિક્રમા યાત્રા માછીમાર સમુદાયના પ્રશ્નોનો તાગ મેળવવા અને મત્સ્યદ્યોગની નીતિ ઘડતર માટે મહત્વની નવાબંદર સહિત સૌરાષ્ટ્રના ૩ બંદરોના આંતરમાળખાકીય વિકાસ માટે કેન્દ્ર સરકારે રૂ.૭૮૫ કરોડ મંજૂર કર્યા છે. ભારત સરકારના મત્સ્ય પાલન પશુપાલન અને ડેરી બાબતોના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨ના બીજા ચરણનો દરિયાઈ માર્ગે માંગરોળથી પ્રારંભ કર્યો હતો. આ સાથે મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવોએ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ઓબીએમ એન્જિન, જીપીએસ, વાયરલેસ ઈન્ફયુલેટેડ વ્હીકલના લાભોનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સાગરખેડુઓના ઉત્કર્ષ માટે પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ માતબર રૂ.૨૦,૦૦ કરોડનું જંગી અનુદાન ફાળવ્યું છે. આ સાથે જ મત્સ્ય ક્ષેત્રના આંતરમાળખાકીય વિકાસ માટે રૂ.૧૫,૦૦૦ કરોડના બજેટની જાેગવાઈ કરી છે. એટલું જ નહીં માછીમારોના વિકાસ માટે અને આ ઉદ્યોગને વેગ આપવા માટે પ્રધાનમંત્રીએ એક અલાયદા મંત્રાલયની રચના કરી છે. પ્રધાનમંત્રીએ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ૩ લાખનું ધિરાણ ઉપલબ્ધ કરાવતું કિસાન ક્રેડિટ કાર્ડ માત્ર ખેડૂતો પૂરતું સીમિત ન રાખતા તેમાં સાગરખેડુઓનો પણ સમાવેશ કર્યો છે. જેથી માછીમારી સાથે જાેડાયેલા લોકોને ત્રણ લાખનું ધિરાણ ઝીરો ટકા વ્યાજે ધિરાણ મળી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર ૩ અને રાજ્ય સરકાર ૪ ટકા વ્યાજ સહાય આપી રહી છે. જેથી સાગર ખેડુઓ દેવામાં ગરકાવ થવાથી બચી રહ્યા છે. આમ, ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રાનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, આ યાત્રા પ્રવાસ કે ટુરીઝમ માટે નથી પરંતુ માછીમાર સાગર ખેડુઓના જુદા-જુદા પ્રશ્નો સમસ્યાઓનો તાગ મેળવી શકાય, જળ સૃષ્ટિ જાણી શકાય, માછીમાર સમુદાયના આવાસ-નિવાસ અને સંસ્કૃતિની જાણકરી મળી રહે અને નવા બનેલા આ મંત્રાલય નીતિ ઘડતરમાં પણ ઇનપુટ્‌સ આપી શકાય. માંગરોળના ખારવા સમાજનું ૧૯૭૨ના યુદ્ધમાં પણ મહત્વનું યોગદાન રહ્યું છે. માંગરોળના દરિયા કિનારે યુદ્ધ જહાજાે પહોંચી શકતા ન હતા ત્યારે, આ સમુદાયે યુદ્ધ માટે દારૂગોળો અને સૈનિકોને ભોજન મધદરિયે પોતાની બોટ મારફત ભોજન પહોંચાડ્યું છે. આમ, મંત્રીએ ખારવા સમાજની રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી. કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાની સાગર પરિક્રમા યાત્રા એક આગવી શરૂઆત છે. જેના થકી માછીમાર સમુદાયના વિવિધ પ્રશ્નોના મૂડમાં પહોંચી તેનો ઉકેલ લાવી શકાય. ગુજરાત રાજ્ય વિશાળ દરિયા કિનારો ધરાવે છે ત્યારે આ યાત્રા થકી મત્સ્યદ્યોગને નવો વેગ મળવાનો છે. આ સાથે તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સાગરખેડુ સંમેલન યોજી, માછીમાર સમુદાયને નવી ઓળખ આપવાની સાથે મુખ્ય ધારામાં જાેડવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. આ પ્રસંગે ભારત સરકારના સંયુક્ત સચિવ જે. બાલાજીએ શાબ્દિક સ્વાગત કરતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાની પ્રેરણાથી શરૂ થયેલી સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨ની નિભાવના સ્પષ્ટ કરી હતી. આ પ્રસંગે નેશનલ ફિશરિઝ ડેવલપમેન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. સી. સુવર્ણાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય જળ સંપત્તિથી સંપન્ન છે અને ૧૬૦૦ કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેથી દેશમાં મત્સ્ય પેદાશોના ઉત્પાદનમાં ૧૮ ટકા જેટલો હિસ્સો છે. આ સાથે ભરપૂર જૈવ વૈવિધ્યતા ધરાવતા દેશના તટીય ક્ષેત્રનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યુ કે,નવાબંદર સહિત સૌરાષ્ટ્રના ૩ બંદરોના આંતરમાળખાકીય વિકાસ માટે કેન્દ્ર સરકારે રૂ.૭૮૫ કરોડ મંજૂર કર્યા છે, તેમજ સૌરાષ્ટ્રના અન્ય બંદરોના વિકાસ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *