Gujarat

પાવાગઢ પ્રાથમિક શાળા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી જીવન પદયાત્રાનો પ્રારંભ કરાયો

મહાદેવ દેસાઈ સમાજ સેવા સંકુલ,ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ ગૂજરાત વિદ્યાપીઠ,અમદાવાદ તથા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાના સંયુક્ત ઉપક્રમ પાવાગઢ મુકામે “ગાંધી જ્યંતિ નિમિતે ગાંધી જીવન પદયાત્રા” નો પ્રારંભ તેમજ ઉદઘાટન સમારંભ નિરંકારી મિશનના દાહોદ ઝોનના ઝોનલ ઈન્ચાર્જ શ્રી ભુપેન્દ્રભાઈની વિશેષ ઉપસ્થિતિ પાવાગઢ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો.જેમાં ગુજરાત વિધાપીઠ,અમદાવાદના એમ.એ.પી.એચ.ડી.ના તથા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરશ્રીઓ સહિત મહાકાલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ,આચાર્ય,શિક્ષક સ્ટાફગણ સહિત હાજરી આપી હતી.ગુજરાત વિધાપીઠના વિદ્યાર્થીઓ તા.૨૦મી સપ્ટેમ્બરના રોજ પાવાગઢ મુકામે આવી પહોંચ્યા હતા.આ પદયાત્રાનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ મહાકાળી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સ્કુલમાં રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે શ્રી ભુપેન્દ્રભાઈએ કહયુ હતું કે “બીજાના દુઃખની પીડા આપણને થાય ત્યારે જ આપણે સાચા માણસ છીએ એવુ કહેવાય.વિશેષમાં ડૉ. કનૈયાલાલ નાયક,ડૉ.મહેશભાઈ વર્મા,આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ,જાંબુઘોડા તથા ર્ડા.મુંજાલ ભીમડાદકરર્ડા.જેનેમા કાદરી,ર્ડા.ડેનિશ વિરણીયા,ર્ડા.વિરેન્દ્ર જાદવ તેમજ મહાકાલી ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી જીતાંશુભાઈ તથા પાવાગઢ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતું.કાર્યક્રમનું સંચાલન શ્રી સતિષ પરમાર,આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ,જાંબુઘોડા દ્વારા કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનોએ હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.પદયાત્રાનો પ્રારંભ પાવાગઢ,મોટા જેપુરા,જેપુરા,ઝાખરીયા,ગોકુળપુરાથી કર્યો હતો.હાલમાં પાવાગઢની આસપાસનાં વિવિધ ગામમાં પદયાત્રા ચાલી રહી છે.

 

પ્રેસનોંટ આપનારઃ

સતિષભાઇ પરમાર

પ્રોફેસર

આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ,જાંબુઘોડા

Halol.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *