Gujarat

ધોળે દિવસે કારનો કાચ તોડી રૂપિયા તેમજ કિંમતી દસ્તાવેજ ભરેલું પાકીટ ચોરી જતા ચકચાર મચી

પલસાણા
કડોદરા ચાર રસ્તા પર આવેલી ચાર્ટડ એકાઉન્ટના ઓફિસ નીચે પાર્ક કરેલી સી.એ.ની. જ કારને તસ્કરો નિશાનો બનાવી ધોળે દિવસે કારનો કાચ તોડી કારમાં મૂકેલું રૂપિયા તેમજ કિંમતી દસ્તાવેજ ભરેલું પાકીટ ચોરી જતા ચકચાર મચી છે તસ્કરોએ પાકિટમાં મુકેલા ૧.૪ લાખ રૂપિયા કાઢી ઘટનાની એક કિલોમીટર દુર પાકીટ નાખી ગયા હતા.આ પાકિટ એક રાહદારીને મળતા તેમાંથી નંબર મેળવી સીએ ને ફોન કરતા ઘટનાની જાણ થઇ હતી.સીએએ સીસીટીવી ચેક કરતા બે અજાણ્યા કારનો કાચ તોડતા દેખાયા હતા. આ ઘટના મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના અંત્રોલી ગામે રહેતા દીપન મુકેશભાઈ દેસાઈ કડોદરા ચારરસ્તા પર જ જેઠાભાઇના પાંવભાજીની ઉપર સીએ ની ઓફિસ ધરાવે છે. બપોરના સમયે દીપન દેસાઈ પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે તેમમાં મોબાઈલ પર એક રાહદારીનો ફોન આવ્યો અને જણાવ્યું કે તેમનું પાકીટ સુરત કડોદરા રોડ પર કાસા પ્લાયવુડ નામની દુકાનની બહાર ઉભેલ એક આઇસર ટેમ્પા નજીક પડ્યું છે. જે સાંભળી દીપન તરત પોતાની કાર નજીક ગયા તો કારનો ડ્રાઇવર બાજુએ પાછળના દરવાજાનો કાચ તૂટ્યો હતો અને કારમાં મૂકેલું ૧.૪ લાખ રોકડ અને કિંમતી દસ્તાવેજ મૂકેલું આખેઆખું પાકીટ જ ગાયબ હતું જેથી દીપનભાઈને ઘટનાનો અંદાજાે આવી ગયો જેથી તે તરત રાહદારી કરેલા ફોન વાળી જગ્યાએ ગઈ જાેયું તો તેમને તેમનું પાકીટ મળી આવ્યું હતુ પરંતુ તેમાંથી ૧.૪ લાખ રોકડ ચોરાઇ ગયા હતા જેથી દીપન મુકેશભાઇ દેસાઈએ ગાડી પાર્ક કરી હતી. તેની આસપાસ સીસીતીવી ફૂટેજ ચેક કરતા જણાઈ આવ્યું હતું કે બપોરના સમયે બે અજાણ્યા ઈસમો તેમનો કાચ તોડી આ પાકીટની ઉઠાંતરી કરી જતા દેખાયા હતા.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *